(જી.એન.એસ) તા.3
બૉલીવુડની ખ્યાતનામ અભિનેત્રી ઐશ્વર્યા તેમના અભિનેતા પતિ અભિષેક બચ્ચન સાથે દીકરી આરાધ્યા ‘કજરા રે’ ગીત પર એક સાથે ડાન્સ કરતાં હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક પારિવારિક મિત્રને ત્યાં લગ્નમાં ગાયં હતાં. ત્યાંની તેમની અનેક તસવીરો તથા વીડિયો વાયરલ થયા છે. એક વાયરલ વીડિયોમાં બંને પતિ પત્ની ‘કજરા રે ‘ ગીત પર ડાન્સ કરી રહ્યાં છે અને તેમની દીકરી આરાધ્યા પણ તેમની સાથે ડાન્સ કરી રહી છે તેવું દર્શાવાયું છે. વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે આરાધ્યાએ તેના મમ્મી, પપ્પા અને દાદાના ઓરિજનલ સોંગ પર ડાન્સ માટે સારી એવી પ્રેક્ટિસ પણ કરી હશે. તેણે આ સોંગના ડાન્સ સ્ટેપ એકદમ અદ્દલ ફોલો કર્યાં છે.
આ ગીત મૂળ ‘બંટી અને બબલી ફિલ્મનું છે. મૂળ ગીતમાં અમિતાભ બચ્ચન પણ છે. ‘બંટી ઔર બબલી’ ૨૦૦૫માં રીલિઝ થઈ હતી. અભિષેક અને ઐશ્વર્યા ૨૦૦૭માં રજૂ થયેલી ‘ગુરુ’ ફિલ્મનાં શૂટિંગ વખતે પ્રેમમાં પડયાં હતાં અને બાદમાં તેમનાં લગ્ન થયાં હતાં. જો કે, આ ગીત સમગ્ર બચ્ચન પરિવારની એક આગવી ઓળખ સમાન બની ગયું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.