Home મનોરંજન - Entertainment એ.આર.રહેમાને ૨૧ જૂને વર્લ્ડ મ્યુઝિક ડેના દિવસે એક ખુલાસો કર્યો હતો

એ.આર.રહેમાને ૨૧ જૂને વર્લ્ડ મ્યુઝિક ડેના દિવસે એક ખુલાસો કર્યો હતો

42
0

(જી.એન.એસ),તા.૨૩
મુંબઈ
દુનિયાભરમાં વાહવાહી લૂંટનાર સોન્ગ ‘જય હો’માં સુખવિંદર સિંહ, તન્વી શાહ, મહાલક્ષ્મી ઐયર અને વિજય પ્રકાશે સૂર પૂર્યા હતા. સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવાની સાથે રહેમાને કહ્યું હતું કે, જયારે ઓસ્કાર એવોર્ડ મળ્યો ત્યારે મેં બધાનો આભાર માન્યો હતો અને તે સમયે મારા મગજમાં ઘણું બધું ચાલતું હતું અને આ કારણે હું સોન્ગના સિંગર્સનો આભાર માનવાનું ભૂલી ગયો હતો. હું સુખવિંદર સિંહનો આભારી છું, જેમણે સોન્ગના મોટા ભાગમાં આવાજ આપ્યો હતો. તેમના યુનિક અવાજના કારણે આ સોન્ગ એક અનોખા લેવલ પર પહોંચ્યું હતું. આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, સુખવિંદરની ટેલેન્ટના જેટલા વખાણ કરો તેટલા ઓછા છે. મ્યુઝિક પ્રત્યે તેમના લગાવ અને પ્રેમને હું સેલ્યુટ કરું છું. તેમની પાસે ભગવાનનું અનોખું વરદાન છે અને તેઓ જે પ્રકારે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની સેવા કરી રહ્યા છે તે અકાલ્પનિક છે. તેમની સાથે કામ કરવું એક લહાવો છે. એ. આર. રહેમાન અને સુખવિંદર સિંહ અનેક ફિલ્મો માટે સાથે કામ કરી ચૂક્યા છે. આ સુપર જાેડીનું સોન્ગ ‘ચલ છૈયા છૈયા’ આજે પણ ફેમસ છે. આ સાથે જ આ જાેડીએ ‘રંગ દે બસંતી’ ફિલ્મના ટાઈટલ સોન્ગમાં પણ ચાર ચાંદ લગાવી દીધા હતા.મ્યુઝિક લિજન્ડ એ. આર. રહેમાન તેમના મ્યુઝિકથી ફક્ત ભારતના જ નહિ વિશ્વભરના કરોડો ફેન્સના દિલમાં જગ્યા બનાવી ચૂક્યા છે. તેમનું મ્યુઝિક ધરાવતી ફિલ્મ હિટ થાય કે ન થાય પરંતુ તેમનું મ્યુઝિક જરૂર વખણાય છે. ફિલ્મ ‘સ્લમ મિલિયોનર’ માટે બેસ્ટ ઓરીજનલ સ્કોર અને બેસ્ટ ઓરીજનલ સોન્ગ માટે બે ઓસ્કાર એવોર્ડ મેળવનાર એ.આર. રહેમાને ૨૧ જૂને વર્લ્ડ મ્યુઝિક ડેના દિવસે એક ખુલાસો કર્યો હતો. જેમાં તેમણે તેમની ભૂલનો સ્વીકાર કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુશાંત સિંહ રાજપૂત કેસમાં ૧૨ જૂલાઈએ આગામી સુનાવણી
Next articleસાઉથ સ્ટાર કમલ હાસને નવાઝુદ્દીન સિદ્દકીના વખાણ કર્યા