Home ગુજરાત એસઓજીએ ખેતરમાંથી 550 કિલો ગાંજો પકડ્યો, 54.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

એસઓજીએ ખેતરમાંથી 550 કિલો ગાંજો પકડ્યો, 54.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

37
0

રાજ્યમાં અનેક જગ્યાએ ગાંજાની ખેતી અવારનવાર ઝડપાતી રહે છે. ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગૃપએ લાખોની કિંમતના ગાંજાના વેપલા પર તવાઈ બોલાવી હતી. કપડવંજના ભુતિયા તાબેના કૃપાજીના મુવાડા ગામની સીમમાં આવેલા ખેતરમાંથી એરંડા, તુવેર, કપાસના વાવેતરની આડમાં ગાંજાના છોડની ખેતીનું વાવેતર એસઓજીએ ઝડપાયું હતું. જેને લઈ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. એસઓજીએ 331 નંગ છોડ કે જેની કિંમત રૂપિયા 54.98 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક શખ્સને ઝડપ્યો હતો. આ પહેલા બાયડમાંથી અંદાજે 5થી 6 કરોડની કિંમતનો 2200 કિલોનો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો.

ત્યારે ગુજરાતમાં ગાંજાની ખેતી સામાન્ય છે કે શું? તેવા સવાલો ઉઠી રહ્યા છે. એસઓજીએ ગામની સીમમાં દરોડો પાડી લીલા ગાંજાના 331 નંગ છોડ કિંમત રૂપિયા 54.98 લાખના કબ્જે કરી વેપલા કરતા બે સગાભાઇ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં બે સગાભાઈઓ પૈકી એક પોલીસના હાથે ઝડપાઇ ગયો છે તો અન્ય એક ફરાર છે. કપડવંજ તાલુકાના ભુતિયા તાબેના કૃપાજીના મુવાડા ગામે ગેરકાયદેસર ગાંજાની ખેતી થતી હોવાની ચોક્કસ બાતમી જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ  પોલીસને મળી હતી. જેના કારણે સવારે આ બાતમીના આધારે એસઓજી પોલીસે સરકારી અને ખાનગી વાહનોમાં બેસી બાતમી વાળી જગ્યાએ પહોંચી હતી.

જ્યાં કૃપાજી મુવાડાની સીમમાં આવેલા માનસિંહ સોમાભાઈ ઝાલા અને શંકર સોમાભાઈ ઝાલાના ખેતરમાં તપાસ આદરી હતી. પોલીસે ખેતરમાંથી એરંડા, તુવેર, કપાસના વાવેતરની આડમાં ગાંજાના છોડ છુટાછવાયાં જોયા હતા. જે બાબતે માનસિંહ સોમાભાઈ ઝાલાને સાથે રાખી ખેતરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન વનસ્પતિજન્ય માદક પદાર્થ છુટાછવાયાં ગાંજાના લીલા છોડ કુલ 331 મળી આવ્યાં હતા. મોટી માત્રામાં ગાંજો જોઈ એસઓજી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગાંજાના છોડને જમીનમાંથી ઉખાડી એફએસેલની હાજરીમાં વજન કરવામાં આવ્યું હતું. જેનું કુલ વજન 549 કિલો જેની કુલ કિંમત રૂપિયા 54 લાખ 98 હજાર છે.

પોલીસે આ ગાંજા પ્રકરણમાં બન્ને સગાભાઇઓ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ એક્ટ હેઠળ ગુનોં નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં બે સગાભાઈઓ પૈકી એક માનસિંહ ઝાલા પોલીસના હાથે ઝડપાઇ ગયો છે તો અન્ય એક શંકર ઝાલા ફરાર છે. બે મહિના પહેલા ખેડા જિલ્લા અને મહીસાગર જિલ્લાની સરહદે આવેલા બાયડના વાઘવલ્લા ગામે ખેતરમાં પ્રતિબંધિત કેફી દ્રવ્ય ગાંજાની ખેતી થતી હોવાની બાતમી પોલીસને મળી હતી.

તેના આધારે અરવલ્લી જિલ્લા એલસીબી, એસઓજી અને બાયડ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરતાં લગભગ પાંચ જેટલા ખેતરોમાં ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. જેને લઈને આખા વાઘવલ્લા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

જિલ્લાની મોટા ભાગની પોલીસ ઝડપાયેલા ગાંજાના ખેતર આસપાસ ખડકી દેવામાં આવી હતી. 2200 કિલો જેટલો ગાંજો પકડાયો હતો. વાવેતર આટલું વધુ હોવાથી ગણતરી કરવામાં પણ વાર લાગી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવૈશ્વિક બજારોમાં મજબૂતી સાથે ફંડોની મેટલ અને રિયલ્ટી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી યથાવત્…!!!
Next articleપૂર્વ ધારાસભ્ય રઘુ શર્માએ રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર લખીને કહ્યું કે કોંગ્રેસ પક્ષ વિરુધ અનેક લોકોએ કામ કર્યું જેમની સામે પ્રદેશ પ્રમુખે કઈ નહોતું કર્યું