૨૭મી ઓગસ્ટથી એશિયાની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત થવા જઈ રહી છે. આ વખતે એશિયા કપ ૨૦૨૨ની મેજબાની યૂએઈ કરી રહ્યું છે. જેના માટે તમામ ટીમ આબૂધાબી પહોંચી ચૂકી છે.
ભારત એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કટ્ટર વિરોધી પાકિસ્તાન સામે ૨૮મી ઓગસ્ટના રોજ ટકરાશે. આ પહેલા ટી૨૦ વર્લ્ડ કપમાં ભારત-પાક. એકબીજા સામે ટકરાયા હતા. આ મેચમાં પાકિસ્તાને ભારતને ૧૦ વિકેટથી પરાજય આપ્યો હતો. રોહિત શર્માની નેતૃત્વમાં રમનારી ટીમ એશિયા કપમાં પ્રબળ દાવેદાર છે.
એશિયા કપની શરૂઆત પહેલા જ ઓસી.ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી શેન વોટસને જણાવ્યું હતું કે, મારા મતે સંભવિત વિજેતા ટીમ ભારત છે. ભારત પાસે મજબૂત બેટિંગ ઓર્ડર સાથે ઘાતક બોલિંગ એટેક છે. જે ગમે તે પરિસ્થિતિમાં વિપક્ષી ટીમને મજબૂત ટક્કર આપી શકે છે.
૪૧ વર્ષીય શેન વોટસને ભારત-પાક. મેચને લઈને વધુમાં કહ્યું હતું કે, જે ટીમ આ મેચ જીતશે તે ટુર્નામેન્ટની વિજેતા બની શકે છે. એશિયા કપની ૧૫મી સીઝન રમાઈ રહી છે. જેની ફાઈનલ મેચ ૧૧ સપ્ટેમ્બરના રોજ દુબઈમાં રમાશે. ગત વિજેતા ભારતે એશિયા કપની ટુર્નામેન્ટ સાત વખત વિજેતા રહી ચૂકી છે. જ્યારે શ્રીલંકા-પાંચ, પાકિસ્તાન- બે વાર ચેમ્પિયન બન્યુ છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.