Home રમત-ગમત Sports એશિયા કપ બે જુદા જુદા દેશોમાં રમાડવામાં આવે તેવી સ્થિતિ સર્જાઈ

એશિયા કપ બે જુદા જુદા દેશોમાં રમાડવામાં આવે તેવી સ્થિતિ સર્જાઈ

52
0

(GNS),12

બીસીસીઆઈના સેક્રેટરી જય શાહના અધ્યક્ષતા હેઠળની એશિયન ક્રિકેટ કાઉન્સિલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના એશિયા કપ માટેના હાઈબ્રિડ મોડલને મંજૂરી આપી શકે છે. ભારતે પાકિસ્તાનમાં નહીં રમવાનું મક્કમ વલણ અપનાવતા આ વર્ષે એશિયા કપ બે જુદા જુદા દેશોમાં રમાડવામાં આવે તેવી સ્થિતિ સર્જાઈ છે.

સૂત્રોના મતે એશિયા કપનું આયોજન પાકિસ્તાન અને શ્રીલંકામાં થઈ શકે છે. પીસીબીના હાઈબ્રિડ મોડલ મુજબ ભારત સિવાયની એશિયા કપની મેચો પાકિસ્તાનમાં યોજાશે જ્યારે ભારતની મેચો શ્રીલંકાના ગાલે અને પલ્લેકલેમાંથી કોઈ એક સ્થળે રમાઈ શકે છે. એસીસી દ્વારા મંગળવારે હાઈબ્રિડ મોડલને મંજૂરી આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

ત્યારબાદ પાકિસ્તાનની ટીમ ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપ રમવા માટે પણ સહમતિ દર્શાવશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. જો એશિયા કપ પાક. બોર્ડના હાઈબ્રિડ મોડલ મુજબ રમાશે તો પાકિસ્તાનની ક્રિકેટ ટીમને અમદાવાદમાં વર્લ્ડ કપની મેચ રમવામાં કોઈ વાંધો નથી.

એસીસીના મોટાભાગના દેશોએ પાક.ના હાઈબ્રિડ મોડલને ફગાવ્યા બાદ એસીસીના એક્ઝિક્યુટીવ બોર્ડના સભ્ય અને ઓમાન ક્રિકેટ બોર્ડના વડા પંકજ ખિમજીને આ મુદ્દે સમાધાન લાવવાની જવાબદારી સોંપાઈ હતી. તે મુજબ ભારત સિવાયની ચાર મેચો પાકિસ્તાન-નેપાળ, બાંગ્લાદેશ-અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાન-શ્રીલંકા અને શ્રીલંકા-બાંગ્લાદેશની મેચો લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ શકે છે.

આઈસીસી દ્વારા આગામી સપ્તાહના પ્રારંભે વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થવાની શક્યતા છે. ભારત અને પાકિસ્તાન અમદાવાદમાં હાઈવોલ્ટેજ મેચ રમી શકે છે અને પાક.ની બાકીની મેચો ચેન્નાઈ તથા હૈદરાબાદમાં યોજાવાની શક્યતા છે. ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં 10 દેશો ભાગ લેશે અને વર્લ્ડ કપની મેચો માટે અમદાવાદ, રાજકોટ, મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, કોલકાતા સહિત 13 સ્થળોની ઓળખ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટીમ ઈન્ડિયા કારમી હાર સાથે રોહિત શર્માની આ 5 મોટી ભૂલો
Next articleપહેલી વાર હૉકીમાં ચેમ્પિયન બન્યું ભારત, સાઉથ કોરિયાને 21થી હરાવ્યું