Home રમત-ગમત Sports એશિયા કપમાં ટીમોની જર્સી પરથી પાકિસ્તાનનો લોગો ગાયબ થયી ગયો!

એશિયા કપમાં ટીમોની જર્સી પરથી પાકિસ્તાનનો લોગો ગાયબ થયી ગયો!

20
0

(GNS),04

એશિયા કપ શરૂ થઈ ચૂક્યો છે. એશિયા કપની પહેલી મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાઈ હતી. જેમાં પાકિસ્તાને નેપાળને 238 રનથી પરાજય આપ્યો હતો. બીજી મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. જેમાં શ્રીલંકાની ટીમે બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યું હતું. ભારત પાકિસ્તાનની મેચ ધોવાઈ ગઇ હતી. આ બંને મેચોમાં તેમજ ભારતની ટીમના ફોટો શૂટ સમયે ટીમની જર્સીમાંથી પાકિસ્તાનનું નામ ગાયબ હોવાનું ઘણાએ જોયું હતું. ઘણાએ આ બાબતે વાંધો ઉઠાવ્યો છે. યજમાન દેશ હોવાને કારણે પાકિસ્તાનનું નામ તેમાં હોવું જોઈતું હતું તેવો દાવો થઈ રહ્યો છે. ટીમોની જર્સીમાં એશિયા કપના લોગો હેઠળ યજમાન દેશનું નામ હોય છે. જોકે, આ વખતે કોઇ ટીમની જર્સીમાં આવું જોવા મળ્યું નથી. પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓ આ બાબતે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ગયા વર્ષની એશિયા કપ યુએઈમાં રમાયો હતો. જોકે, શ્રીલંકા મુખ્ય યજમાન રહ્યું હતું. તેનું નામ ટીમની જર્સીમાં લખવામાં આવ્યું હતું. પણ આ વખતે આવું થયું નથી. 13માંથી 9 મેચ શ્રીલંકામાં રમાવાની હોવા છતાં પાકિસ્તાન યજમાન ગણાય છે. 2023નો એશિયા કપ હાઈબ્રીડ મોડલમાં રમાઈ રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના ખાટા સંબંધોના કારણે ભારતીય ટીમ પાકિસ્તાનમાં રમવા ગઈ નથી. એશિયા કપના ઇતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું છે.

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન રાશિદ લતીફે રોષ ઠાલવતાં કહ્યું હતું કે, આ અસ્વીકાર્ય છે અને એશિયા કપ એશિયન ક્રિકેટ કાઉન્સિલનો હોવાથી તેઓએ ચોખવટ કરવી પડશે. પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડે રોશની શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે. તેણે કહ્યું છે કે, 2022ની સીઝન પછી ભવિષ્યની ઇવેન્ટ્સમાં એશિયા કપના લોગોની નીચેથી યજમાન દેશનું નામ રદ કરવાનો ACC એ નિર્ણય લીધો હતો. જોકે, પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના નિવેદન બાદ પણ ઘણા લોકો આ વાત સ્વીકારવા તૈયાર નથી. પાકિસ્તાનના ભૂતપૂર્વ બેટ્સમેન મોહસીન ખાને પણ ICCની ટીકા કરી હતી. તેણે કહ્યું હતું કે, આ નિવેદનનો કોઈ મતલબ નથી. ACC એ એશિયન ઇમર્જિંગ નેશન્સ કપ અથવા જુલાઈમાં મલેશિયામાં રમાયેલા એશિયન અંડર -16 ઇવેન્ટના લોગો પર યજમાન દેશનું નામ કેમ રાખ્યું હતું? અહીં ઉલ્લેખનીય છે કે, એશિયા કપમાં અત્યાર સુધીમાં 5 મુખ્ય મેચો રમાઈ ચૂકી છે. હવે ત્રીજી મેચ તારીખ 2 સપ્ટેમ્બરને શનિવારે રમાઇ હતી. આ મેચ હાઈ વૉલ્ટેજ રહે તેમ હતી પરંતુ તે ધોવાઈ ગઇ હતી. કેમ કે, તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. એશિયા કપમાં ભારતની આ પહેલી મેચ હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field