Home દુનિયા - WORLD એશિયાના એરલાઈન્સ A321ના મુસાફરે અચાનક ઈમરજન્સી ગેટ ખોલી નાખ્યો

એશિયાના એરલાઈન્સ A321ના મુસાફરે અચાનક ઈમરજન્સી ગેટ ખોલી નાખ્યો

42
0

વિમાન ચાલકોએ પોતાની સુઝબૂઝથી વિમાનને સુરક્ષિત રીતે ઉતારી દીધું

(GNS),27

કલ્પના કરો કે, આપ એક વિમાનમાં મુસાફરી કરી રહ્યા હોવ અને કોઈ મુસાફર અચાનક વિમાનનો દરવાજો ખોલી નાખે તો, શું થાય. પણ આવું હકીકતમાં બન્યું છે. આ હચમચાવી નાખતી ઘટના શુક્રવારે દક્ષિણ કોરિયામાં ઘટી છે. મુસાફરો વિમાનના ઉડાન ભર્યા બાદ એક મુસાફરે અચાનક ઈમરજન્સી ગેટ ખોલી નાખ્યો હતો. દરવાજો ખોલતા જ વિમાનની અંદર હવા ભરાઈ ગઈ.

જો કે, આ મોટી દુર્ઘટના બાદ પણ વિમાન ચાલકોએ પોતાની સુઝબૂઝથી વિમાનને સુરક્ષિત રીતે ઉતારી દીધું. એરલાઈન અને સરકારી કર્મચારીઓએ તેની પુષ્ટિ કરી છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થઈ રહ્યો છે. આ વીડિયોને જે પણ જોઈ રહ્યા છે, એક ક્ષણ માટે હચમચી જશે. દક્ષિણ કોરિયાના પરિવહન મંત્રાલય અનુસાર, એશિયાના એરલાઈન્સ A321માં મુસાફરો સાથે આરોપી વ્યક્તિ પણ મુસાફરી કરી રહ્યો હતો.

આ દરમ્યાન જ્યારે આરોપી વ્યક્તિએ દરવાજો ખોલ્યો તો, લોકોએ તેને રોકવાની ભરપૂર કોશિશ કરી. તેમ છતાં તે નિષ્ફળ રહ્યો અને આંશિક રીતે દરવાજો ખુલી ગયો.આ ભયાનક ઘટના બાદ એશિયાના એરલાઈન્સે જણાવ્યું કે, વિમાનમાં કુલ 194 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. આ વિમાન મુસાફરો સાથે દક્ષિણપૂર્વી શહેર દાએગૂથી દક્ષિણી દ્વિપ જેજુ જઈ રહ્યું હતું.

હાલમાં આ ખબરની પુષ્ટિ થઈ નથી કે આ ઘટના બાદ દરવાજો કેટલો સમય સુધી ખુલો રહ્યો હતો. પોલીસે આરોપી વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. ઘટના દરમ્યાન અમુક મુસાફરો ભયંકર રીતે ડરી ગયા હતા. વિમાન સફળતાપૂર્વક લેન્ડીંગ કર્યા બાદ તેમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હાત. કહેવાય છે કે, આ લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તમામ મુસાફરો સુરક્ષિત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફેસબુક પર 10 કરોડની લાલચમાં લિંક ખોલી તો એકાઉન્ટમાંથી 2 કરોડ ઉડી ગયા
Next articleજીઓ સિનેમા એ તોડ્યા તમામ રેકોર્ડ, IPLમાં સાત અઠવાડિયામાં 1500 કરોડથી વધુ વ્યૂ આવ્યા