Home મનોરંજન - Entertainment એવું તો શું? હતું કે, ફિલ્મના કોન્ટ્રાક્ટમાં રણબીર કપૂરને કરવો પડ્યો સાઇન?….

એવું તો શું? હતું કે, ફિલ્મના કોન્ટ્રાક્ટમાં રણબીર કપૂરને કરવો પડ્યો સાઇન?….

77
0

(જી.એન.એસ),તા.૨૩
મુંબઈ
લગભગ પાંચ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ આલિયા અને રણબીરે 14 એપ્રિલના રોજ લગ્ન કરી લીધા. તેમની લવસ્ટોરી ‘બ્રહ્માસ્ત્ર’ ના સેટ પર શરૂ થઇ. આ ફિલ્મ સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરમાં રિલીઝ થશે. કપલના લગ્ન તેમના ઘરે ‘વાસ્તુ’ માં થયા. જ્યાં નજીકના મિત્રો અને ફેમિલી મેંબર્સ હાજર હતા. બોલીવુડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. આ લગ્ન સાથે જોડાયેલી તમામ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે. તો બીજી તરફ લગ્નની વધુ એક ઇનસાઇડર તસવીર સામે આવી છે. આ તસવીરમાં રણબીર કપૂર પોતાની બહેનપણી સાથે એક ‘કોન્ટ્રાક્ટ’ સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. દરેક જાણવા માંગે છે કે આખરે આ પેપર પર શું લખ્યું છે. જોકે, આ મસ્તી ભર્યા પળ રણબીર આલિયાના લગ્નમાં જૂતા ચોરવા દરમિયાનના રિવાજનો છે. રણબીર કપૂરે જૂતા ચોરવાની રસમમાં પોતાની બહેનપણીઓને 12 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો. દૂલ્હે રાજાએ તેના માટે પોતાની બહેનપણીઓ સાથે કોન્ટ્રાક્ટ પણ સાઇન કર્યો છે જેની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ તસવીરમાં રણબીર બ્રાઇડ્સમેડ્સથી ઘેરાયેલા જોવા મળે છે. તેમના હાથમાં એક નોટ છે, જેમાં લખ્યું છે, ‘હું રણબીર…આલિયાનો પતિ, તમામ બ્રાઇડ્સમેડ્સને 12 લાખ આપવાનો વાયદો કરું છું. તેના નીચે રણબીર કપૂરની સહી પણ દેખાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field