Home દેશ - NATIONAL એવું તો શું થયું કે, મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ ભાષણ અધવચ્ચે જ અટકાવવું...

એવું તો શું થયું કે, મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ ભાષણ અધવચ્ચે જ અટકાવવું પડ્યું

76
0

(જી.એન.એસ),તા.૦૫
મહારાષ્ટ્ર
શનિવારે મુંબઈના દાદર શિવાજી પાર્કમાં પોતાના ભાષણમાં MNS ચીફ રાજ ઠાકરેએ ચેતવણી આપી હતી કે જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો રાજ્યની મસ્જિદોની સામે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. જે બાદ મુંબઈના ઘાટકોપરથી લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા શરૂ થઈ હતી. ત્યારબાદ નાસિકમાં પણ તેનું પુનરાવર્તન થયું. બીજી તરફ પુણેમાં પણ ભદ્રકાલી મંદિરમાં પોલીસની સમજાવટથી MNS કાર્યકર્તાઓને રોકવામાં આવ્યા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વાલ્સે પાટીલે ચેતવણીના સૂરમાં કહ્યું હતુ કે, જો સમાજમાં તણાવ વધારવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જેના જવાબમાં, MNS પ્રવક્તાએ દિલીપ વાલ્સે પાટીલને કહ્યું કે તે પહેલા કાયદો અને વ્યવસ્થા કેવી રીતે સંભાળવી તે શીખે…! MNS ધમકીઓથી ડરતા નથી. ધમકી આપતા પહેલા મસ્જિદોમાં લાઉડસ્પીકર અંગે હાઈકોર્ટના આદેશનો અમલ કરો. આ મામલો વધુ વણસ્યો જ્યારે બીજેપી નેતા મોહિત કંબોજે જાહેરાત કરી હતી કે જેને હનુમાન ચાલીસા વગાડવા માટે લાઉડસ્પીકરની જરૂર હોય તે તેને મફતમાં લઈ જાય. આ દરમિયાન, સોમવારે દિલીપ વાલ્સે પાટીલ શિરુરમાં એક કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા. પછી તેણે નજીકની મસ્જિદમાંથી અઝાનનો અવાજ સાંભળ્યો. જેથી તેણે પોતાનું ભાષણ અધવચ્ચે જ બંધ કરી દીધું. બાદમાં અઝાન સમાપ્ત થયા પછી, તેણે પોતાનું આગળનું ભાષણ શરૂ કર્યું. NCP વતી, દિલીપ વાલ્સે પાટીલ એકલા નથી જે પોતાની રીતે રાજ ઠાકરેને અલગ સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, એનસીપીના અન્ય એક નેતા અને શહેરી વિકાસ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે પણ રાજ ઠાકરે પર પ્રહાર કરતા ટ્વિટ કર્યું છે કે, કોરોનામાં રોજગાર છીનવાને કારણે જનતાના ખિસ્સા ખાલી છે. પેટ્રોલ, ગેસ, ડીઝલ, શાકભાજી, કેરોસીનની મોંઘવારીથી લોકો પરેશાન છે. તમે આ મુદ્દાઓ પર કેમ બોલતા નથી ?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field