Home મનોરંજન - Entertainment એલ્વિશ યાદવ પર સાપનું ઝેર સપ્લાય કરતી ગેંગ સાથે સંકળાયેલા હોવાનો આરોપ.....

એલ્વિશ યાદવ પર સાપનું ઝેર સપ્લાય કરતી ગેંગ સાથે સંકળાયેલા હોવાનો આરોપ.. નોઈડા પોલીસ સ્ટેશનમાં અલ્વિશ સહિત 5 લોકો વિરુદ્ધ FIR

31
0

(GNS),03

બિગ બોસ ઓટીટી -2 વિજેતા એલ્વિશ યાદવ સ્પર્ધા જીતી ત્યારથી જ ચર્ચામાં રહે છે. યુટ્યુબર એલ્વિશ યાદવ ફરી પાછો વિવાદોમાં આવ્યો છે. તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે.તેના પર સાપનું ઝેર સપ્લાય કરતી ગેંગ સાથે સંકળાયેલા હોવાનો આરોપ છે. પોલીસે આ કેસમાંપાંચ લોકોની ધરપકડ કરી છે. એલ્વિશ યાદવની સંડોવણીની તપાસ કરી રહી છે. આ સમગ્ર મામલે એલ્વિશ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે. એલ્વિશ યાદવ પર આરોપ વિષે જો જણાવીએ, પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં બિગ બોસ ઓટીટી 2 વિજેતા એલ્વિશ યાદવનું નામ સામે આવી રહ્યું છે..

અલ્વીશ યાદવ પર નોઈડા અને એનસીઆરમાં હાઈપ્રોફાઈલ પાર્ટીઓનું આયોજન કરવાનો આરોપ છે. આ કારણોસર નોઈડાના સેક્ટર 49 પોલીસ સ્ટેશનમાં અલ્વિશ સહિત 5 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પીપલ ફોર એનિમલ્સમાં એનિમલ વેલફેર ઓફિસર તરીકે કામ કરતા ગૌરવ ગુપ્તાએ આ એફઆઈઆર નોંધાવી છે. આ સમગ્ર મામલે એલ્વિશ યાદવની પ્રતિક્રિય સામે આવી છે. એલ્વિશ યાદવ ખુબ ફેમસ યુટ્યુબર છે. તેની યુટ્યુબ ચેનલ પર અંદાજે 14.5 મિલિયનથી વધુ સબ્સક્રાઈબર છે. એલ્વિશ યાદવ ઈન્સ્ટાગ્રામ પર પણ ખુબ એક્ટિવ રહે છે. તેમણે બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે એક ગીત પણ શુટ કર્યું છે..

એલ્વિશે હાલમાં બિગ બોસ ઓટીટી-2માં વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે એન્ટ્રી કરી હતી. શોના અંત બિગ બોસ ઓટીટીની ટ્રોફી તેના નામે લીધી હતી. બિગ બોસ ઈતિહાસમાં એલ્વિશ યાદવ પહેલા વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક હતો તેમણે ટ્રોફી પોતાને નામ કરી હતી. એલ્વિશ યાદવ સિવાય અન્ય આરોપીઓ સામેવાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની વિવિધ કલમો અને IPCની કલમ 120B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે હજુ સુધી એલ્વિશ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.પોલીસનું કહેવું છે કે અમે એક કેસ નોંધ્યો છે જેમાં એલ્વિશ યાદવના નામનો ઉલ્લેખ છે, જો કે હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. આ ઉપરાંત પોલીસે પકડાયેલા સાપને વન વિભાગને સોંપ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસલમાનની ફિલ્મ ટાઈગર 3નું એડવાન્સ બુકિંગ શરુ
Next articleશ્રીલંકાની હાર થતા મીમ્સ વાયરલ થયા, લોકોએ મીમ્સ દ્વારા શ્રીલંકન ટીમની મજાક ઉડાવી