Home દુનિયા - WORLD એલોન મસ્કની તરફેણમાં ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી

એલોન મસ્કની તરફેણમાં ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી

27
0

જો રાષ્ટ્રપતિ બનશે તો કેબિનેટમાં એલોન મસ્કને સ્થાન આપવામાં આવશે : ડોનાલ્ડ ટ્રમ્પ

(જી.એન.એસ),તા.21

વોશિંગ્ટ્ન,

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ના માલિક એલોન મસ્ક ઘણીવાર રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એલોન મસ્કના એકાઉન્ટ દ્વારા સમર્થન કરતા જોવા મળ્યા છે. હવે આ સમર્થન એકતરફી નથી રહ્યું. ડોનાલ્ડ ટ્રમ્પ પણ એલોન મસ્ક પ્રત્યે ઓળઘોળ જણાય છે. સમાચાર સંસ્થા રોઇટર્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, જો તેઓ આગામી નવેમ્બરમાં ચૂંટણી જીતશે તો તેઓ એલોન મસ્કને કેબિનેટ પદ અથવા વ્હાઇટ હાઉસમાં સલાહકારની ભૂમિકા આપશે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન, તાજેતરમાં જ એલોન મસ્કે લીધીલા ટ્રમ્પના ઇન્ટરવ્યુ બાદ આવ્યું છે. વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, એલોન મસ્કે અગાઉ કહ્યું હતું કે, તેમણે 2020ની ચૂંટણીમાં જો બાઈડનને સમર્થન આપ્યું હતું. એલોન મસ્ક ટ્રમ્પની એક રેલીમાં તેમના પર થયેલા ગોળીબારના હુમલા બાદથી તેમનું સમર્થન કરી રહ્યા છે. હુમલાના થોડા સમય પછી, મસ્કે તેના સોશિયલ મીડિયા પર લખ્યું, હું ટ્રમ્પનું સમર્થન કરું છું અને તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.  ટ્રમ્પે સમાચાર સંસ્થા રોઇટર્સને જણાવ્યું હતું કે, તેઓ સામાન્ય રીતે ટેક્સ બ્રેક્સ અને ક્રેડિટ્સ સારો વિચાર નથી માનતા, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ 7,500 ડોલરની ઇલેક્ટ્રિક વ્હીકલ ટેક્સ ક્રેડિટ ઘટાડવાનું વિચારશે. જેમાં બાઈડને વધારો કર્યો છે. તેમણે કહ્યું, હું ગેસોલિન-સંચાલિત કાર, તેમજ હાઇબ્રિડ કાર અને તેની સાથે આવતી દરેક વસ્તુનો મોટો ચાહક છું. ટ્રમ્પે પણ ઈલેક્ટ્રિક વાહનો પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. જો ટ્રમ્પ સત્તામાં આવે છે, તો એલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લા માટે સારા સમાચાર આવી શકે છે.  આ વર્ષની શરૂઆતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં, મસ્કે નકારી કાઢ્યું હતું કે, તેણે ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસના સલાહકાર બનવાની ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, ટ્રમ્પ પ્રેસિડેન્ટમાં મારા માટે કોઈ ભૂમિકા અંગે હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી. જો કે, ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે તેઓ ગયા અઠવાડિયે ટ્વિટર પર તેમની લાઇવ ચેટ દરમિયાન મસ્કને તેમના વહીવટમાં સ્થાન આપવા માટે તૈયાર હશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં બંધને મિશ્ર પ્રતિસાદ
Next articleરિલાયન્સ-ડિઝનીની 71,196 કરોડની ડીલ અટકશે?