Home દુનિયા - WORLD એલન મસ્ક એપ્રિલના અંત સુધીમાં આવી શકે છે ગુજરાત

એલન મસ્ક એપ્રિલના અંત સુધીમાં આવી શકે છે ગુજરાત

54
0

(જી.એન.એસ),તા.૧૧

નવીદિલ્હી,

અમેરીકી ઉદ્યોગપતિ અને ટેસ્લાના CEO એલન મસ્ક એપ્રિલના અંત સુધીમાં ભારતના પ્રવાસે આવી શકે છે. તેઓ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગેની માહિતી શેર કરી છે.મળતી માહિતી મુજબ ટેસ્લા ભારતમાં પોતાનો પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરી રહી છે. વિશ્વની સૌથી મોટી EV કંપનીના CEO એલન મસ્ક ભારતની મુલાકાતે આવી શકે છે.તેઓ ભારતમાં 3 રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુમાં ટેસ્લા પોતાનો ઇલેક્ટ્રિક કારનો પ્લાન્ટ સ્થાપવા જમીન શોધી રહી છે. ટેસ્લાનું 25 હજાર કરોડના રોકાણનું આયોજન છે, ત્યારે રામ નવમી પછી એલન મસ્ક PM મોદીને મળી શકે છે. વિશ્વની સૌથી મોટી EV કંપનીના CEO એલન મસ્ક ભારતની મુલાકાતે આવી શકે છે.તેઓ ભારતમાં 3 રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુમાં ટેસ્લા પોતાનો ઇલેક્ટ્રિક કારનો પ્લાન્ટ સ્થાપવા જમીન શોધી રહી છે. ટેસ્લાનું 25 હજાર કરોડના રોકાણનું આયોજન છે, ત્યારે રામ નવમી પછી એલન મસ્ક PM મોદીને મળી શકે છે. નિષ્ણાતોની વાત માનીએ તો આ મુલાકાત પર એલન મસ્ક દેશને 25 હજાર કરોડ રૂપિયાના રોકાણની ભેટ આપી શકે છે. એલન મસ્ક અહીં ટેસ્લાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપશે. સમાચાર છે કે આ માટે તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રી સાથે જોઈન્ટ વેન્ચર કરી શકે છે. બીજી તરફ ટેસ્લાના અમેરિકન યુનિટમાં જમણા હાથની કારનું ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. જેથી કરીને તેમને ભારતમાં લાવીને વેચી શકાય. તેની નવી EV નીતિ હેઠળ, સરકારે ભારતીય આયાતી વાહનો પરની આયાત જકાત ઘટાડી હતી. ચાલો તમને એ પણ જણાવીએ કે ઈલોન મસ્કની ભારત મુલાકાતને લઈને કેવા સમાચાર સામે આવ્યા છે.

અમેરિકન ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લાના CEO એલન મસ્ક આ મહિને ભારત આવી રહ્યા છે. ભારત પ્રવાસ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. સૂત્રોનું કહેવું છે કે આ દરમિયાન મસ્ક ભારતમાં ટેસ્લાની રોકાણ યોજનાની જાહેરાત પણ કરી શકે છે. એક સૂત્રએ જણાવ્યું કે મહિનાના ત્રીજા સપ્તાહમાં યોજાનારી મુલાકાત દરમિયાન કંપનીના અન્ય અધિકારીઓ પણ મસ્ક સાથે આવી શકે છે. મસ્કની મુલાકાતની પુષ્ટિ કરવા માટે ટેસ્લાને એક ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો, પરંતુ આ સમયે કોઈ જવાબ મળ્યો નથી. ગત વર્ષે જૂનમાં મસ્ક તેમની US મુલાકાત દરમિયાન મોદીને મળ્યા હતા. તે સમયે મસ્કે કહ્યું હતું કે તેણે 2024માં ભારત આવવાની યોજના બનાવી છે. તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ટેસ્લા ટૂંક સમયમાં ભારતીય બજારમાં પ્રવેશ કરશે. તેમની આગામી ભારત મુલાકાતના થોડા અઠવાડિયા પહેલા સરકારે નવી ઇલેક્ટ્રિક વાહન નીતિની જાહેરાત કરી છે. આ અંતર્ગત દેશમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપનારી કંપનીઓને ઓછામાં ઓછા $500 મિલિયનના રોકાણ સાથે આયાત ડ્યૂટીમાં છૂટ આપવામાં આવશે. આ પગલાનો ઉદ્દેશ્ય ટેસ્લા જેવી મોટી વૈશ્વિક કંપનીઓને આકર્ષવાનો છે. માહિતી અનુસાર એલન મસ્ક પ્રારંભિક તબક્કામાં દેશમાં 25 હજાર કરોડ રૂપિયા એટલે કે 3 અબજ ડોલર સુધીનું રોકાણ કરી શકે છે. આ મેન્યુફેક્ચરિંગ યુનિટ ચોક્કસપણે ભારતની જરૂરિયાતોને પૂરી કરશે. તે વિદેશી માગને પણ પહોંચી વળવા સક્ષમ બનશે. તેના યુનિટ માટે ઘણા રાજ્યો સાથે વાતચીત ચાલી રહી છે. એક તરફ મુંબઈ અને ગુજરાત સરકારોએ જમીન ઓફર કરી છે. બીજી તરફ ટેસ્લા તેલંગાણા સાથે પણ વાતચીત કરી રહી છે. ટેસ્લાને કર્ણાટક અને અન્ય ઘણા રાજ્યોમાંથી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની ઓફર મળી છે. નિષ્ણાતોનું માનીએ તો ટેસ્લાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહરિયાણામાં શાળાની બસ પલટી જતા 6 બાળકોના મોત, 15 બાળકો ઘાયલ થયા
Next articleઅમેરિકાને ડર છે કે ચીન અવકાશમાં જાસૂસી કરી રહ્યું છે!