(જી.એન.એસ),તા.૧૮
વોશિંગ્ટન
ટેસ્લાના સીઈઓ અલન મસ્કનું કહેવુ છે કે તે ટિ્વટર ડીલને ત્યાં સુધી આગળ નહીં વધારે જ્યાં સુધી કંપની તે સાબિત ન કરી દે કે તેના પ્લેટફોર્મ પર ૫ ટકાથી ઓછા સ્પેમ એકાઉન્ટ છે. ટિ્વટરના સીઈઓ પરાગ અગ્રવાલના દાવાથી વિપરીત મસ્કે હાલમાં દાવો કર્યો હતો કે ટિ્વટરમાં ઓછામાં ઓછા ૨૦ ટકા સ્પેમ એકાઉન્ટ છે. પાછલા સપ્તાહે ટિ્વટરે જણાવ્યું હતું કે આ ક્વાર્ટરમાં માઇક્રોબ્લોગિંગ સાઇટ પર લગભગ ૫ ટકા સ્પેમ એકાઉન્ટ હતા. ટેસ્લાના સીઈઓએ ટિ્વટરના દાવાને નકારી દીધા અને સોદાને રોકી દીધો. મસ્કે બાદમાં કહ્યું કે તે હજુ અધિગ્રહણ માટે પ્રતિબદ્ધ છે. નિષ્ણાંતો માને છે કે આ મસ્કની ચાલ હોઈ શકે છે કે તે ટિ્વટરને શરૂઆતમાં આપેલી ઓફરથી ઓછી કિંમતમાં ખરીદી લે. એલન મસ્કે પાછલા મહિને ટિ્વટરને ૪૪ અબજ ડોલરમાં ખરીદવાની જાહેરાત કરી હતી. જ્યારથી મસ્કે ટિ્વટરને ખરીદવાની જાહેરાત કરી છે, ટેસ્લાના સીઈઓ દ્વારા પોતાની ભાગીદારીનો ખુલાસો કર્યા બાદ કંપનીના સ્ટોકે પોતાનો તમામ પ્રોફિટ ગુમાવી દીધો છે. તમામ આશા વચ્ચે મસ્કે હાલમાં કહ્યું હતું કે ઓછી કિંમત પર સોદો કરવો ખોટો નથી. તેનાથી સ્પષ્ટ થાય છે કે મસ્ક ઓછી બોકીમાં ટિ્વટર બોલી પ્રાપ્ત કરવાના પ્રયાસમાં છે. મસ્કે સોમવારે મિયામીમાં એક સંમેલનમાં કહ્યું- તમે કોઈ એવી વસ્તુ માટે એટલી કિંમત ન ચુકાવી શકો જે તેના દાવાથી વધુ ખરાબ છે. મસ્ક ટિ્વટર પર સ્પેમ એકાઉન્ટની વિરુદ્ધ છે. તેમણે એકવાર કહ્યું હતું કે સ્પેમ એકાઉન્ટ ટિ્વટર પર સૌથી વધુ પરેશાન કરતી સમસ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ટિ્વટરના અધિગ્રહણ બાદ મસ્ક સ્પેમ અને ફેક એકાઉન્ટને હટાવવાની દિશામાં કામ કરશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.