(જી.એન.એસ),તા.13
વોશિંગ્ટન,
બિઝનેસમેન એલન મસ્ક અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં ઘણી વખત ખુલ્લેઆમ બોલ્યા છે. આવી સ્થિતિમાં ‘X’ના માલિક એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પનો ઓનલાઈન ઈન્ટરવ્યુ લીધો હતો. આ ઈન્ટરવ્યુને લઈને સોશિયલ મીડિયા પર સતત ચર્ચા ચાલી રહી છે. આ ઈન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પર થયેલા હુમલાથી લઈને પુતિન સાથેના સંબંધો સુધીના ઘણા મહત્વના મુદ્દાઓ વિશે વાત કરી. આ ઇન્ટરવ્યુ સાથે, ડોનાલ્ડ ટ્રમ્પ ‘X’ પર પાછા ફર્યા છે. 2021માં યુએસ કેપિટોલમાં હિંસા બાદ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા ‘X’ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો, જેમાં લાખો લોકો જોડાયા હતા. એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને પેન્સિલવેનિયામાં થયેલા ઘાતક હુમલા અંગે પ્રશ્ન પૂછ્યો હતો. આ સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે આ ઘટના પછી ભગવાનમાં તેમનો વિશ્વાસ વધુ વધી ગયો. 13 જુલાઈના રોજ પેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન ટ્રમ્પ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગોળી તેમના કાનને અડીને નીકળી ગઈ હતી. ટ્રમ્પે તેમના હત્યાના પ્રયાસ વિશે વિગતવાર વાત કરી અને મેનેજમેન્ટના અભાવને જવાબદાર ઠેરવ્યો હતો. ટ્રમ્પે એલન મસ્કને કહ્યું કે, જો મેં માથું ન ફેરવ્યું હોત, તો હું હાલ તમારી સાથે વાત કરી શકતો ન હોત. જ્યાં મીટીંગ થઈ રહી હતી તે બિલ્ડીંગ કવર કરવામાં આવવી જોઈએ. આ બેઠકનો હેતુ લાખો મતદારો સુધી પહોંચવાનો હતો. તે જ સમયે, એલન મસ્ક સાથે ટ્રમ્પના ઇન્ટરવ્યુમાં તકનીકી સમસ્યા પણ ઉભી થઈ હતી. લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન સાયબર એટેકનો સામનો કરવો પડ્યો હતો. સાયબર એટેકના કારણે લાઈવ સ્ટ્રીમિંગમાં જોડાયેલા યુઝર્સને કંટ્રોલ કરવા પડ્યા હતા. ઘણા વપરાશકર્તાઓને આ ઇન્ટરવ્યુની લિંક મળી નથી. સ્ક્રીન પણ સાવ કોરી દેખાવા લાગી હતી. ઇન્ટરવ્યુ શરૂ કરવામાં ઘણો વિલંબ થયો. એલન મસ્કએ આ સમસ્યા માટે ઓવરલોડ સર્વર્સને જવાબદાર ઠેરવ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.