Home ગુજરાત ઉત્તર ગુજરાત એલઆરડી ભરતી પ્રક્રિયામાં વેઈટિંગ લિસ્ટ જાહેર ન થતાં મહિલાઓ એકઠી થઇ, અટકાયત...

એલઆરડી ભરતી પ્રક્રિયામાં વેઈટિંગ લિસ્ટ જાહેર ન થતાં મહિલાઓ એકઠી થઇ, અટકાયત કરતાં પોલીસ સાથે થયું ઘર્ષણ

37
0

એલઆરડી ભરતીનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાની માંગ સાથે મહિલા-પુરુષ ઉમેદવારો છેલ્લા ૧૬ દિવસથી ગાંધીનગરના સચિવાલયના ગેટ બહાર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લે સરકારને અલ્ટીમેટમ આપીને સત્વરે ૨૦ ટકા વેઈટિંગ લિસ્ટ જાહેર નહીં કરાય તો સામૂહિક મુંડન કરવાની પણ ચીમકી એલઆરડી મહિલાઓએ ઉચ્ચારી હતી.

તેમ છતાં આજદિન સુધી સરકારના પેટનું પાણી નહીં હલતાં એલઆરડી મહિલાઓ ખુલ્લા વાળ સાથે મુંડન કરાવવાની તૈયારીઓ સાથે એકઠી થઈ હતી. જાેકે, મહિલાઓ મુંડન કરાવે તે પહેલાં જ તેમની અટકાયત કરાઇ છે. આ દરમિયાન વિધાનસભા ગેટ નંબર એક ઉપર આંદોલનકારીઓ સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું એલઆરડી ભરતીમા ૨૦ ટકા પ્રતિક્ષાયાદી જાહેર કરવાની માંગ સાથે મહિલાઓ રણચંડીના રૂપમાં જાેવા મળી રહી છે.

વર્ષ ૨૦૧૮/૧૯ની ભરતી પ્રક્રિયા કરી હતી. ત્યારબાદ એલઆરડી મુદ્દે મહિલા અને પુરુષ ઉમેદવારો દ્વારા આંદોલનો કરાયા હતા. પુરુષ ઉમેદવારોના આંદોલનમા ગૃહ રાજ્યમંત્રીએ પારણા કરાવ્યા હતા. ૧૬ જૂલાઇ ૨૦૨૨ના રોજ ગૃહ મંત્રીએ મીડિયા દ્વારા જાહેરાત કરી હતી કે, ૨૦ ટકા મહિલાઓ અને પુરુષો સાથે ૨૪૩૯ જગ્યાઓ ખાલી પડી છે. તેમા નોકરી લેવાની બાહેધરી આપી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી.

માત્ર ૧૦૧ મહિલાઓ અને ૧૧૮ પુરુષોની ઓફલાઇન નિમણૂંક કરી બાકીનાને લટકતા કરી દીધા છે. છેલ્લા ૧૬ દિવસથી મહિલાઓ વેઈટિંગ લીસ્ટ જાહેર કરવાની માંગ સાથે ગાંધીનગરમાં આંદોલન કરી રહી છે, પરંતુ સરકારના પેટનુ પાણી હલતુ નથી. ૨૦ ટકા વેઈટિંગ ઉમેદવારોને આપવામા આવેલો વાયદો પુરો કરવામા નહિ આવે ત્યા સુધી આંદોલન શરૂ કરાયું છે.

એલઆરડી મહિલા ઉમેદવારોએ છેલ્લે સરકારને અલ્ટીમેટમ આપીને સામૂહિક મુંડન કરાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. તેમ છતાં હજી સરકાર દ્વારા વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં નહીં આવતાં એલઆરડી મહિલાઓ ખુલ્લા વાળ કરીને સામૂહિક મુંડન કરાવવાની તૈયારી સાથે ઉમટી પડી છે. મહિલાઓએ કહ્યું હતું કે,

જાે અમને નોકરી આપવી ન હતી તો ૧૧૧૨ મહિલા અને ૧૩૨૭ પુરુષની ભાવનાઓ સાથે શા માટે રમત રમવામા આવી હતી ? જાે સરકાર આ બાબતે હજી ર્નિણય જાહેર કર્યો નથી આથી તમામ મહિલા ઉમેદવારો માથે મુંડન કરાવવા આજે એકઠી હતી. જાેકે, મહિલાઓ મુંડન કરાવે તે પહેલાં જ તેમની અટકાયત કરાઇ છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવી સ્કૂલ બનાવવા સ્થાનિકોની માંગ
Next articleમહેસાણાના માલધારીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો, હોસ્પિટલ-શાળાઓમાં ખીરનું કરાશે વિતરણ