(જી.એન.એસ) તા. 19
બેંગ્લોર,
એર ઈન્ડિયા એક્સપ્રેસનું એક વિમાન મોડી રાત્રે બેંગ્લોર એરપોર્ટ પર ઉતર્યું હતું જ્યારે તેના એન્જિનમાં આગ લાગવાણી ઘટના બની હતી. આ વિમાનમાં તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. પ્લેન બેંગ્લોરથી કોચી જઈ રહ્યું હતું. એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાનના એન્જિનમાં આગ લાગવાને કારણે બેંગ્લોર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ બાદ તરત જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસે અહેવાલ આપ્યો છે કે તમામ 179 મુસાફરો અને છ ક્રૂ સભ્યોને બહાર કાઢવામાં આવ્યા છે. કોઈને ઈજા થઈ ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આગ લાગ્યાની થોડી જ મિનિટો બાદ ઘટનાની જાણ થઈ હતી.
આ ઘટના બાબતે નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ‘ફ્લાઇટ IX 1132, કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, બેંગલુરુ ખાતે 11.12 વાગ્યે, એરપોર્ટ પરથી ટેકઓફ કર્યાની મિનિટો પછી લેન્ડ થઈ હતી જ્યારે બોર્ડ પરના ક્રૂએ જમણા એન્જિનમાં આગ જોઈ હતી. આ પછી તરત જ એર ટ્રાફિક કંટ્રોલર ને જાણ કરવામાં આવી હતી.
લેન્ડિંગ બાદ તરત જ આગ ઓલવાઈ ગઈ હોવાનું કહેવાય છે. બેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટેક-ઓફ પછી જમણા એન્જિનમાંથી શંકાસ્પદ જ્વાળાઓને કારણે બેંગલુરુ-કોચી ફ્લાઇટને પાછી ફેરવવામાં આવી હતી અને સાવચેતીભર્યું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં કોઈને ઈજા થઈ નથી. તમામ 179 મુસાફરો અને છ ક્રૂ સભ્યોને વિમાનમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા.
એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ માફી માંગી છે કે અસુવિધા માટે અમે દિલગીર છીએ અને અમે અમારા મહેમાનોને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવા માટે વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા માટે કામ કરી રહ્યા છીએ. આગનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.