(GNS),20
એર ઈન્ડિયા એક્સપ્રેસ તેની નવી ફ્લાઈટ શરૂ કરવા માટે તૈયાર છે. એરક્રાફ્ટને નવા લોગો સાથે રિબ્રાન્ડ કરવામાં આવ્યું છે. ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા એક્સપ્રેસે બુધવારે તેની નવી બ્રાન્ડ ઓળખ અને મેક ઓવરનું અનાવરણ કર્યું છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના નવા એરક્રાફ્ટનું મુંબઈ એરપોર્ટ પર અનાવરણ કરવામાં આવ્યું હતું. એર ઈન્ડિયા એક્સપ્રેસ તરીકે નવી બ્રાન્ડનું અનાવરણ મુંબઈ એરપોર્ટ પર બોઈંગ B737-8 એરક્રાફ્ટ પર કરવામાં આવ્યું હતું..
આ દરમિયાન એર ઈન્ડિયા એક્સપ્રેસના સીઈઓ કેમ્પબેલ વિલ્સન અને એર ઈન્ડિયા એક્સપ્રેસના એમડી આલોક સિંહ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન, કંપનીના સીઈઓએ કહ્યું કે, એર ઈન્ડિયા એક્સપ્રેસ અને એર એશિયા ઈન્ડિયાનું મર્જર હવે અંતિમ તબક્કામાં છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની નવી બ્રાન્ડ રજૂ કરતા અમને ગર્વ છે. એકપ્રેસ ઓરેન્જ અને એક્સપ્રેસ ટર્કોઈઝ રંગોનો ઉપયોગ એરક્રાફ્ટમાં કરવામાં આવ્યો છે. આ સિવાય એરક્રાફ્ટમાં સેકન્ડરી કલર્સ તરીકે ટેન્જેરીન અને આઈસ બ્લુનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.