Home દેશ - NATIONAL એમએસએસઈ સેક્ટરને સશક્ત કરવાનો અર્થ સમાજને સશક્ત બનાવવો : વડાપ્રધાન

એમએસએસઈ સેક્ટરને સશક્ત કરવાનો અર્થ સમાજને સશક્ત બનાવવો : વડાપ્રધાન

56
0

(જી.એન.એસ),તા.૩૦
નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ ઉદ્યમી ભારત કાર્યક્રમમાં ભાગ લીધો. આ અવસરે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને ભાનુપ્રતાપ સિંહ વર્મા પણ હાજર રહ્યા. તેમણે ‘રાઈઝિંગ એન્ડ એક્સેલરેટિંગ MSME પરફોર્મન્સ (RAMP) પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ અને અન્ય સુવિધાઓનો પણ શુભારંભ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે ભારતની નિકાસ સતત વધી, ભારતની પ્રોડક્ટ્‌સ નવા બજારોમાં પહોંચે તે માટે દેશના MSME સેક્ટરનું સશક્ત હોવું ખુબ જરૂરી છે. અમારી સરકાર તમારા આ સામર્થ્ય, આ સેક્ટરની અસીમ સંભાવનાઓને ધ્યાનમાં રાખતા ર્નિણય લઈ રહી છે અને નીતિઓ બનાવી રહી છે. લોકલ ઉત્પાદનોને અમે ગ્લોબલ બનાવવાનો સંકલ્પ લીધો છે. મેક ઈન ઈન્ડિયા માટે લોકલ સપ્લાય ચેન બને તેનો પ્રયત્ન છે, જે ભારતની વિદેશો પર ર્નિભરતા ઓછી કરી શકે. આથી એમએસએમઈ સેક્ટરનો વિસ્તાર કરવા પર અભૂતપૂર્વ જાેર અપાઈ રહ્યું છે. પીએમ મોદીએ MSMS સેક્ટરનો અર્થ ગણાવતા કહ્યું કે અમારા માટે MSME નો અર્થ છે Maximum Support to Micro Small and Medium Enterprises. MSME સેક્ટરને મજબૂતાઈ આપવા માટે છેલ્લા આઠ વર્ષમાં અમારી સરકારે બજેટમાં ૬૫૦ ટકાથી વધુનો વધારો કર્યો છે. ભારત આજે ૧૦૦ રૂપિયા કમાય છે તો તેમાંથી ૩૦ રૂપિયા MSME સેક્ટરથી આવે છે. MSME સેક્ટરને સશક્ત કરવાનો અર્થ છે સમાજને સશક્ત બનાવવો. બધાના વિકાસના લાભના ભાગીદાર બનવું. પીએમ મોદીએ કહ્યું કે આજે સમગ્ર દુનિયા ભારતની અર્થવ્યવસ્થાની ગતિ જાેઈને પ્રભાવિત છે અને આ ગતિમાં ઘણી મોટી ભૂમિકા આપણા MSME સેક્ટરની છે. આથી MSME આજે સ્ૈષ્ઠિર્ ઈર્ષ્ઠર્હદ્બઅ ની મજબૂતાઈ માટે પણ જરૂરી છે. આજે ભારત જેટલું નિકાસ કરે છે તેમાંથી ઘણો મોટો ભાગ MSME નો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા અમે એ સુનિશ્ચિત કર્યું છે કે આ ઉદ્મમ આગળ પણ વધે. જાે કોઈ ઉદ્યોગ આગળ વધવા માંગતો હોય, વિસ્તાર કરવા માંગતો હોય, તો સરકાર માત્ર તેને સહયોગ આપે છે તેવું નથી પરંતુ સાથે સાથે નીતિઓમાં જરૂરી ફેરફાર પણ કરે છે. કેન્દ્ર સરકારે ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ હેઠળ સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાની મદદMSME જ માટે સુનિશ્ચિત કરી. જેનાથી લગભગ ૧.૫ કરોડ રોજગાર ખતમ થતા બચ્યા જે ખુબ મોટો આંકડો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડેરિવેટીવ્ઝમાં જૂન વલણના અંતે મેટલ, ઓટો અને બેઝિક મટિરિયલ્સ શેરોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં નરમાઈ યથાવત્…!!
Next articleરશિયાના રાષ્ટ્રપતિ પુતિન મહિલા હોત તો યુદ્ધ ન થાત : બ્રિટિશ પીએમ જોનસન