Home મધ્ય ગુજરાત અમદાવાદ એફઆરસીએ નક્કી કરેલી ફી સરકારી વેબસાઇટ પર જાહેર કરવા એનએસયુઆઈની માગ

એફઆરસીએ નક્કી કરેલી ફી સરકારી વેબસાઇટ પર જાહેર કરવા એનએસયુઆઈની માગ

31
0

ફી રેગ્યુલેશન કમિટી દ્વારા ફી નક્કી કરવામાં આવે છે, પરંતુ આ નક્કી કરેલી ફી એફઅરસીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી નથી. જેને લઈને વાલીઓ પણ મૂંઝવણમાં મૂકાયા છે, ત્યારે એનએસયુઆઈ દ્વારા પણ આ મામલે વિરોધ કરવામાં આવ્યો છે અને શિક્ષણમંત્રીને પત્ર લખીને ફીની વિગત સરકારી વેબસાઇટ પર જાહેર કરવા માંગણી કરવામાં આવી છે.

ફી વધારા માટેના દરખાસ્તના ડોક્યુમેન્ટ પણ વેબસાઈટ પર અપલોડ કરવાના હોય છે, પરંતુ 2017થી અત્યાર સુધી એફઆરસી દ્વારા ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત એફઆરસીની વેબસાઈટ પર પણ 2021 સુધીની જ ફી જાહેર કરવામાં આવી છે. ખાનગી સંસ્થા દ્વારા 7 હજાર સ્કૂલોની 2022-23ની ફી જાહેર કરવામાં આવી છે. વાલીઓને લૂંટવામાં સ્કૂલ જેટલી જ એફઆરસી પણ જવાબદાર છે.

વાલીઓ જાણી શકે તે માટે ફીની વિગત એફઆરસી એ જાહેર કરી નથી. સામાન્ય વાલીઓને લૂંટવામાં સ્કૂલ સાથે એફઆરસી પણ જવાબદાર છે.

એફઆરસી દ્વારા તમામ માહિતી સરકારી વેબસાઇટ પર જાહેર કરવામાં આવે નહીં તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વિદૂષી ગાર્ગી સેન્ટર ફોર વુમન ડેવલોપમેન્ટ દ્વારા યોજાયો સેમિનારમાં 150થી વધુએ તાલીમ લીધી
Next articleસુરતમાં ડ્રેનેજ લાઈનમાં સફાઈ કરવા ઉતરેલા બે શ્રમિકનાં મોત, પરિવારનું હૈયાફાટ રૂદન