નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(એન.આઈ.એ)એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પર 25 લાખનું ઈનામ જાહેર કર્યું છે. દાઉદના સાથીઓ ઉપર પણ તપાસ એજન્સીએ ઈનામ રાખ્યું છે. (એન.આઈ.એ)એ આ વર્ષે 3 ફેબ્રુઆરીના રોજ એફ.આઈ.આર દાખલ કરી હતી. જેમાં દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ, અનીસ ઈબ્રાહિમ, જાવેદ ચિકના, અને ટાઈગર મેમણ વિરુદ્ધ હથિયારોની તસ્કરી, નાર્કો ટેરરિઝમ, અંડરવર્લ્ડ ક્રિમિનલ સિન્ડિકેટ, મની લોન્ડરિંગ ઉપરાંત ખોટી રીતે જમીન હડપી લેવાનો આરોપ છે.
આ ઉપરાંત જૈશ અને અલકાયદા જેવા આતંકી સંગઠનો સાથે જોડાયેલા હોવાનો પણ એફઆઈઆરમાં ઉલ્લેખ છે. હવે એન.આઈ.એ એ આ મામલે આ તમામ કુખ્યાત આતંકીઓ પર ઈનામ જાહેર કર્યા છે. દાઉદ ઈબ્રાહિમ પર 25 લાખ રૂપિયા, છોટા શકીલ પર 20 લાખ રૂપિયા, જ્યાર અનિસ ઈબ્રાહિમ, જાવેદ ચિકના અને ટાઈગર મેમણ પર 15-15 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે કરાચીમાં છે દાઉદનો અડ્ડો? દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાનના કરાચીને પોતાનું ઠેકાણું બનાવ્યું છે. 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટ ઉપરાંત ભારતમાં અનેક આતંકી ગતિવિધિઓ પાછળ દાઉદનો હાથ છે. વર્ષ 2003માં યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલે તેના પર 25 મિલિનય ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું. હાફિઝ સઈદ, મૌલાના મસૂદ અઝહર, સૈયદ સલાહુદ્દીન, અબ્દુલ રઉફ અસગરની સાથે સાથે દાઉદ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાંથી એક છે. આ બધાથી એન.આઈ.એ આવી એકશનમાં.
મે મહિનામાં એન.આઈ.એ એ મુંબઈથી ડી કંપનીના બે સહયોગીઓની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે ધરપકડ કરાયેલા બંને આરોપી મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં ડી-કંપનીની ગેરકાયદેસર ગતિવિધિઓ અને આતંકી ફંડિંગમાં સામેલ હતા. આ ઉપરાંત તેઓ શકીલ શેખ ઉપરાંત છોટા શકીલના નીકટના સહયોગીઓ છે જે પાકિસ્તાનથઈ એક આંતરરાષ્ટ્રીય અપરાધિક સિન્ડિકેટ ચલાવે છે અને ભારતમાં જબરદસ્તીથી વસૂલી, નશીલા પદાર્થોની તસ્કરી અને હિંસક આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ છે.
એન.આઈ.એ એ મે મહિનામાં જ મુંબઈમાં દાઉદના સહયોગીઓ, ડ્રગ પેડલર્સ અને હવાલા ઓપરેટર્સ સંલગ્ન એક ડઝન કરતા વધુ ઠેકાણાઓ પર રેડ મારી હતી. એનઆઈએની ટીમોએ મુંબઈ અને થાણાના નાગપાડા, ભીંડી બજાર, મઝગાંવ, પરેલ, માહિમ, સાંતાક્રૂઝ, કુર્લા, ગોરેગાંવ, બોરીવલી, મુંબ્રા (થાણા) અને અન્ય સ્થાનો પર એકસાથે રેડ મારી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.