(જી.એન.એસ) તા. 3
હોલિવુડના સૌથી પ્રખ્યાત સ્ટાર કપલ એન્જેલિના જોલી અને બ્રાડ પિટની મોટી પુત્રી શિલોહ જોલી-પિટે તેના છેલ્લા નામમાંથી ‘પિટ’ દૂર કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવા કોર્ટ પહોંચી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શિલોહ જોલી-પિટે તેના જન્મદિવસ પર કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી, જે દર્શાવે છે કે તે પુખ્ત બનતાની સાથે જ આ ફેરફાર કરવા માંગે છે. શિલોહ અને તેના પિતા બ્રાડ પિટ વચ્ચેના સંબંધો વણસેલા હોવાના અહેવાલ સાથે, આ પગલા પાછળના કારણો વિશે અટકળો કરવામાં આવી રહી છે. શિલોહ એન્જેલીના અને બ્રાડ પિટની એક માત્ર સંતાન નથી, જેણે ‘પિટ’ સરનેમ હટાવી દીધી છે. તેમની પુત્રી ઝહરાએ પણ સ્પેલમેન કોલેજમાં અભ્યાસ કર્યો, જે ઝહરા માર્લી જોલી તરીકે ઓળખાય છે. તેમની બીજી 15 વર્ષની પુત્રી વિવિએન પણ ‘પિટ’ નો ઉપયોગ કરવાનું ટાળે છે.
2016માં એન્જેલીના જોલી અને બ્રાડ પિટના અલગ થવાના સમાચાર ખૂબ ચર્ચામાં હતા. તેના 6 બાળકોની કસ્ટડીને લઈને ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. જોકે, ન્યાયાધીશે 2021 માં સંયુક્ત કસ્ટડીનો આદેશ આપ્યો હતો. એન્જેલિનાએ 2016 માં બ્રાડ પિટથી છૂટાછેડા માટે અરજી કરી હતી. એન્જેલીનાની લીગલ ટીમે 2022માં દાવો કર્યો હતો કે બ્રાડ પિટે ફ્લાઇટમાં તેની અને બાળકો સાથે દુર્વ્યવહાર કર્યો હતો તેમજ હુમલો કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.