Home દુનિયા - WORLD એન્જિનમાં ખામી સર્જાતા પ્લેનનું નેપાળના પોખરામાં ઇમર્જન્સી લેન્ડિંગ, મોટી દુર્ઘટના થતી ટળી

એન્જિનમાં ખામી સર્જાતા પ્લેનનું નેપાળના પોખરામાં ઇમર્જન્સી લેન્ડિંગ, મોટી દુર્ઘટના થતી ટળી

47
0

નેપાળના પોખરા એરપોર્ટથી મસતેન્ગ જવા માટે રવિવારે ઉડાન ભર્યા બાદ થોડી જ વારમાં પેસેન્જર પ્લેનને ફરીથી પોખરા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. અરપોર્ટના ઓફિસરોએ આ ઘટનાની જાણકારી આપી છે. પોખરા એરપોર્ટના સૂચના અધિકારી દેવરાજ ચાલિસાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યુ હતુ કે, આ વિમાન સમિટ એરનું છે. જે નેપાલની એક ખાનગી એરલાઈન્સ છે.

ટેક્નિકલ ખામીને કારણે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. દેવરાજ ચાલિસાએ જણાવ્યુ કે, એન્જિનમાં ખામી સર્જાવાને કારણે વિમાનને માત્ર 7 મિનિટની ઉડાન પછી પરત ખોખરા એરપોર્ટ પર આવવું પડ્યું હતું. પાયલટને કંઈક ખામીનો સંકેત મળતા જ તેણે માત્ર એક જ એન્જિનની મદદથી વિમાનને એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.

આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, જે સમયે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ થયું તે સમયે 18 યાત્રી અને 4 ક્રૂ મેમ્બર્સ વિમાનમાં સવાર હતા. આ પહેલાં મે મહિનામાં નેપાલમાં તારા એયરનું એક પેસેન્જર પ્લેન પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું. તેમાં હાજર બધા જ 22 લોકોના મોત થયા હતા.

આ વિમાન 30 મેના રોજ રડારથી ગાયબ થઈ ગયું હતું અને તેના એક દિવસ પછી તેનો કાટમાળ મળી આવ્યો હતો. તે વિમાનમાં 13 નેપાળી, 4 ભારતીય, 2 જર્મન અને 3 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. તારા એયરનું આ વિમાન પણ પોખરા એરપોર્ટ પરથી પહાડી જિલ્લો મસ્તેન્ગના જોમસોમમાં જઈ રહ્યું હતું.

ત્યારપછી લગભગ 14500 ફૂટની ઉંચાઈ પર મસ્તેન્ગ જિલ્લાની મનપાથી પહાડોમાં ક્રેશ થયું હતું. નેપાલની સિવિલ એવિએશન ઓથોરિટીની એક શરૂઆતની તપાસમાં સામે આવ્યું હતું કે, આ દુર્ઘટના પાછળ કદાચ ખરાબ વાતાવરમ જવાબદાર હશે.’

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેનેડામાંથી અલગ અલગ જગ્યાએ ચપ્પુથી હુમલો કરીને 10 લોકોની હત્યા કરી, હુમલાખોર ફરાર
Next articleબિહારમાં રાજદ નેતાની ખેતરમાં ગોળી મારી હત્યા