Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી એનડીએ એ ફરી એકવાર સર્વસંમતિથી પીએમ નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદગઈ...

એનડીએ એ ફરી એકવાર સર્વસંમતિથી પીએમ નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદગઈ કરી

15
0

(જી.એન.એસ) તા. ૫

નવી દિલ્હી,

એનડીએ એ ફરી એકવાર સર્વસંમતિથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે. બુધવારે ૭ લોક કલ્યાણ માર્ગ પર પીએમના નિવાસસ્થાને મળેલી બેઠકમાં તેનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ પર 21 નેતાઓના હસ્તાક્ષર છે. જેમાં TDPના વડા ચંદ્રબાબુ નાયડુ અને જેડીયુના નિતીશ કુમારનો સમાવેશ થાય છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એનડીએ આજે ​​સાંજે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

એનડીએના સાંસદો 7 જૂને રાષ્ટ્રપતિને મળશે. રાષ્ટ્રપતિએ એનડીએના નેતાઓેને મળવા માટે સાંજે 5થી 7નો સમય આપ્યો છે. એનડીએના પક્ષો સાથે અમિત શાહ વાત કરશે. તો રાજનાથસિંહ અને નડ્ડા પણ એનડીએના નેતાઓ સાથે ચર્ચા કરશે. પીએમના નિવાસસ્થાને મળેલી બેઠકમાં તમામ સાથી પક્ષોએ એનડીએને સમર્થનનો પત્ર સોંપ્યો છે. આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે એનડીએ દ્વારા બુધવારે ​​જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત સમયે પીએમ મોદી સાથે નાયડુ અને નીતિશ કુમાર પણ હોઈ શકે છે.

એનડીએ બેઠકમાં નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે, આપણી સરકાર વહેલી તકે બનવી જોઈએ. જેમ બને એમ આપણે વહેલી તકે સરકાર બનાવવી જોઈએ. તો આ એનડીએ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેપી નડ્ડા, પવન કલ્યાણ, સુનિલ તડકરે, અનુપરિયા પટેલ, જયંત ચૌધરી, પ્રફુલ પટેલ, પ્રમોડે બોરે, અતુલ બોરા, ઇન્દ્ર હંગ સુબ્બા, સુદેશ મહાતો, સંજય ઝા અને રાજીવ રંજન સિંહ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકસભા ચુંટણીના પરિણામો બાદ મોટી સંખ્યામાં વિદેશી નેતાઓએ પીએમ મોદી ને શુભેછાઓ પાઠવી
Next articleદારૂ નીતિ કૌભાંડ કેસ: રાઉસ એવન્યુ કોર્ટનો તબીબી આધાર પર અરવિંદ કેજરીવાલ ને વચગાળાના જામીન આપવાનો ઇનકાર