Home મધ્ય ગુજરાત અમદાવાદ એનએસયુઆઈ વિદ્યાર્થીઓને કોંગ્રેસે આપેલા 11 માંથી લગતાં 5 વચનોની પત્રિકાઓ સમગ્ર રાજ્યમાં...

એનએસયુઆઈ વિદ્યાર્થીઓને કોંગ્રેસે આપેલા 11 માંથી લગતાં 5 વચનોની પત્રિકાઓ સમગ્ર રાજ્યમાં પહોંચાડશે

27
0

આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા 11 વચન જનતાને આપવામાં આવ્યા છે અને આ વચનની પત્રિકા લોકો સુધી પહોંચાડવામાં આવશે .ત્યારે કોંગ્રેસની જ વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા પણ હવે વિદ્યાર્થીઓને લગતા પાંચ વચનોની પત્રિકા બનાવીને ગુજરાત ભરના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે.વિદ્યાર્થીઓની જવાબદારી એનએસયુઆઈને સોંપવામાં આવી છે.

જેથી એનએસયુઆઈ દ્વારા હવે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ ઝોન પ્રમાણે પાંચ વચનોની પત્રિકા બનાવીને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે. એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના આગેવાનો દ્વારા વિવિધ કોલેજમાં જઈને આ પત્રિકા આપવાની શરૂઆત કરવામાં આવી છે.જે વિદ્યાર્થી એનએસયુઆઈમાં જોડાવવા ઈચ્છતો હોય તેને જોડવામાં પણ આવી રહ્યા છે.

અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાની વિધાનસભા બેઠક પર કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના નેતાઓએ દાવેદારી નોંધાવી છે. એનએસયુ આઈના નેતાઓએ પોતાને તે જ બેઠક માટે લાયક ગણાવ્યાં છે જ્યાં હાલ કોંગ્રેસના ધારાસભ્યોની ટર્મ ચાલુ છે. એનએસયુઆઈના નેતાઓએ જે બેઠકો પર દાવેદારી નોંધાવી છે ત્યાં 5 બેઠકો અમદાવાદની અને 5 બેઠકો અલગ અલગ જિલ્લાની છે.

હવે આ બાબતે અંતિમ નિર્ણય પક્ષ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની 182 બેઠકો પર કોંગ્રેસના 600થી વધુ દાવેદારો ચૂંટણી લડવા તૈયાર થયાં છે. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. 3 સિટિંગ ધારાસભ્યો સામે યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. ધંધુકા, છોટાઉદેપુર અને પાલનપુર ઉપર ખેંચતાણ થવાની પૂરી શક્યતા છે.

ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ ટિકિટ માંગી છે. હરપાલસિંહ ચુડાસમાએ ધંધુકા બેઠક પર નોંધાવી દાવેદારી. હરપાલસિંહ ચુડાસમા અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે. ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સંગ્રામ રાઠવાએ માંગી ટિકિટ. સંગ્રામ રાઠવાએ છોટાઉદેપુર બેઠક પર નોંધાવી દાવેદારી. સંગ્રામ રાઠવા છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પણ છે. યુથ કોંગ્રેસના મહામંત્રી અંકિતાબેન ઠાકોરે પણ ટિકિટ માંગી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં સિટી બસ નીચે કચડાતા વિદ્યાર્થીનું મોત, ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોની બસમાં તોડફોડ
Next articleદંડ નહીં ભરનારના ઘરે કર્મચારીઓ વીજ કનેકશન કાપવા માટે ગયેલા કર્મચારી પર હુમલો