Home મધ્ય ગુજરાત અમદાવાદ એનએસયુઆઈના નવા સંગઠનમાં પણ હાર્દિક પટેલના જૂથનો દબદબો રહેતાં અનેક કાર્યકરોમાં નારાજગી

એનએસયુઆઈના નવા સંગઠનમાં પણ હાર્દિક પટેલના જૂથનો દબદબો રહેતાં અનેક કાર્યકરોમાં નારાજગી

40
0

વિધાનસભાની ચૂંટણી ટાણે જ કોંગ્રેસમાં કકળાટ વધ્યો છે. અનેક દિગ્ગજ નેતાઓ અને ધારાસભ્યોએ ભાજપમાં ભળી ગયાં છે. તે ઉપરાંત તાજેતરમાં જ યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા પણ ભાજપમાં જાેડાઈ ગયાં છે. પરંતુ વિશ્વનાથસિંહ કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ અને હાલના ભાજપના નેતા હાર્દિક પટેલના ખાસ હતાં. એ સમયે પણ યુથ કોંગ્રેસમાં જૂથવાદનો વિવાદ થયો હતો.

બીજી તરફ એનએસયુઆઈના નવા સંગઠનમાં પણ હાર્દિક પટેલના જૂથનો દબદબો રહેતાં અનેક કાર્યકરોમાં નારાજગી જાેવા મળી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખની નિમણુંક થઈ હતી ત્યાર બાદ ગુજરાતનું સંગઠન બનાવવામાં ઘણો સમય વીતી ગયો હતો. હવે જ્યારે ગુજરાતનું સંગઠન બનાવવામાં આવ્યું ત્યારે અનેક હોદેદારો જે ક્યારેય સક્રિય થયા નથી તથા હાર્દિક પટેલ જૂથના હોવાને કારણે એનએસયુઆઈના બીજા જૂથમાં નારાજગી જાેવા મળી છે.

હાર્દિક પટેલે તો કોંગ્રેસમાંથી વિદાય લઈ લીધી છે પરંતુ તેમના સમર્થકોનું એક જૂથ હજુ કોંગ્રેસમાં છે. એનએસયુઆઈનું નવુ સંગઠન બનાવવામાં આવ્યું છે જેમાં હાર્દિક પટેલ જૂથના અનેકને સ્થાન અપાયું છે જેના કારણે એનએસયુઆઈના સક્રિય જૂથમાં નારાજગી જાેવા મળી છે. આગામી ચૂંટણીમાં એનએસયુઆઈનો પણ મહત્વનો ભાગ રહેશે.

પરંતુ ચૂંટણી પહેલા હાર્દિક પટેલના જૂથને મહત્વ આપતા ચૂંટણી અગાઉ એનએસયુઆઈમાં વિખવાદ અને ભંગાણ થવાના એંધાણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જે કાર્યકરો એનએસયુઆઈમાં સક્રિય છે. સમયરસર તમામ કાર્યક્રમોમાં હાજરી આપે તથા કામ કરે છે તેવા અનેક લોકોના નામ કપાયા છે. જ્યારે ઉપપ્રમુખ, સેક્રેટરી,જનરલ સેક્રેટરી સહિતના અનેક હોદ્દાઓ પર સક્રિયના હોય તેવા વ્યક્તિઓની નિમણુક કરવામાં આવી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસામ્યવાદી વિચારધારા વાળા લોકો ભાજપને નુકશાન કરવા લેક્ચર કાર્યક્રમ થયું રદ
Next articleરાજકોટમાં કાફેમાં વેપારી પાર્સલ લેવા ગયા અને ગઠિયો સ્કૂટરની ડેકીમાંથી ૧.૨૦ લાખ ઉઠાવી ગયો