Home દેશ - NATIONAL એનએસજીમાં ભારતના સભ્યપદને જર્મનીનું સમર્થન

એનએસજીમાં ભારતના સભ્યપદને જર્મનીનું સમર્થન

310
0

(જી.એન.એસ), તા.૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જર્મનીની મુલાકાત અગાઉ જ ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં ભારતના સભ્યપદ અંગે હકારાત્મક સંકેત મળવાની શરૂઆત થઈ છે. આ સાથે એનએસજીમાં ભારતને સભ્યપદ પ્રાપ્ત થવાની સંભાવના બળવત્તર બની છે. અગાઉ ભારતને એનએસજીનું સભ્યપદ આપવાનો વિરોધ કરનારા દેશો હવે સમર્થન આપવા લાગ્યા છે.
જર્મનીના વરિષ્ઠ રાજદ્વારીએ જણાવ્યું હતું કે હાલમાં એનએસજી કન્સલ્ટિંગ ગ્રૂપની બેઠક યોજાઈ રહી છે અને તેમાં ભારતને સભ્ય બનાવવા મુદ્દે ચર્ચા હાથ ધરાઈ છે. આ બેઠકમાં જર્મનીએ ભારતને ટેકો આપ્યો છે. જ્યારે અગાઉની જેમ અમેરિકા પણ આ મુદ્દે ભારતની તરફેણમાં છે. ચીન હજુ પણ ભારતનો વિરોધ કરે છે. વડાપ્રધાન મોદી આ વર્ષે બેવાર જર્મનીની મુલાકાતે જનાર છે. વડાપ્રધાન મોદી પ્રથમ મે અને ત્યારપછી જુલાઈમાં જી-20 બેઠકમાં ભાગ લેવા જર્મની જશે.
એનએસજીમાં સભ્યપદ અંગે ભારત સતત રાજદ્વારી પ્રયાસો કરી રહ્યું છે. ભારતના વિદેશ સચિવ એસ. જયશંકરે પણ આ મુદ્દે તાજેતરમાં જર્મનીના વિદેશપ્રધાન માર્કસ એડરરને મળ્યા હતાં. આ મુલાકાતમાં દ્વિપક્ષીય સંબંધો તથા બર્લિનમાં મેમાં યોજાનારી ઈન્ટર ગવર્મેન્ટલ કમિશનની બેઠક વિશે મહત્વના મુદ્દા અંગે પણ ચર્ચા થઈ હતી.
જયશંકર શ્રીલંકામાં વર્તમાન અઠવાડિયામાં યોજાનારી બેઠકમાં પણ જર્મનીના ટોચના રાજદ્વારીઓ સાથે ચર્ચા કરનાર છે. મીડિયા અહેવાલ પ્રમાણે જર્મનીના રાજદ્વારીએ જણાવ્યું હતં કે ભારત વૈશ્વિક સ્તરે અમારો મહત્વનો વ્યૂહાત્મક ભાગીદાર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleJ&K: બે જ દિવસમાં ચોથી વાર પાકની નાપાક હરકત, પૂંછમાં કર્યો યુદ્ધવિરામનો ભંગ
Next articleકાશ્મીર મુદ્દે અમેરિકાની મધ્યસ્થિ, ભારતનો અસ્વીકાર, પાકિસ્તાનનો સ્વીકાર