લોરેન્સ બિશ્નોઇ વિરૂદ્ધ એનઆઇએ મોટી એક્શન લીધી છે. એનઆઇએ આજે દિલ્હી, એનસીઆર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં લગભગ 60 જગ્યાએ રેડ પાડી હતી. લોરેન્સ બિશ્નોઇ ગેંગ, કાલા જઠેરી ગ્રુપ, બામ્બિયા ગ્રુપ, કૌશલ ગ્રુપ, ઘણા અન્ય ગેંગસ્ટર અને તેમના સાથીઓના અડ્ડાઓ પર રેડ પાડી હતી. તમને જણાવી દઇએ કે સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના આરોપમાં પોલીસ ઘણા લોકોની ધરપકડ કરી ચૂકી છે.
આ મામલે લોરેન્સ બિશ્નોઇ ગેંગના લીડર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની ભૂમિકાની તપાસ થઇ રહી છે. પંજાબના ડીજીપી ગૌરવ યાદવે રવિવારે કહ્યું કે સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યાને 6 શાર્પશૂટરોને અંજામ આપ્યો અને તેમાંથી ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. આ ઉપરંત બેને પોલીસ અથડામણમાં ઠાર મારવામાં આવ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે કેનેડામાં છુપાયેલા ગોલ્ડી બરાડને જલદી જ પકડવામાં આવશે.
ડીજીપીએ કહ્યું કે કેસમાં અત્યાર સુધી 23 આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે. ડીજીપી ગૌરવ યાદવે કહ્યું કે દીપક મુંડી બોલેરો મોડ્યૂલમાં શૂટર છે. તેને શનિવારે દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓના જોઇન્ટ ઓપરેશનમાં પશ્વિમ બંગાળમાં નેપાળની બોર્ડર પાસેથી ધરપકડ કરવામાં આવી છે. દીપક મુંડીને કપિલ પંડિત અને રાજિંદર જોકર સાથે ધરપકડ કરવામાં આવી.
જેમણે આરોપીઓને હથિયાર અને અડ્ડાઓ સહિત લોજિસ્ટિકલ સપોર્ટ આપ્યો હતો. મુંડી હત્યામાં સામેલ છઠ્ઠો અને અંતિમ ફરાર થઇ ગયો હતો. પંજાબના ડીજીપીના અનુસાર દીપક મુંડી નેપાળના માર્ગે નકલી પાસપોર્ટ પર દુબઇ ભાગવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. આ બધુ તે કેનેડાના ગેંગસ્ટર ગોલ્ડી બરાડના નિર્દેશ પર કરી રહ્યો હતો.
ત્રણેય આરોપીઓને 105 દિવસ સુધી સંતાડવા માટે હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્વિમ બંગાળના અડ્ડાઓનો ઉપયોગ કર્યો. પંજાબમાં મનસાની એક કોર્ટે રૈવારે ત્રણેય આરોપીઓને 6 દિવસના પોલીસ રિમાન્ડ મોકલી દીધા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.