Home અન્ય રાજ્ય એટલો બધો પ્રેમ આપો છો, એવું લાગે છે કે કાં તો હું...

એટલો બધો પ્રેમ આપો છો, એવું લાગે છે કે કાં તો હું મારા પાછલા જન્મમાં બંગાળમાં જન્મ્યો હતો અથવા પછીના જીવનમાં બંગાળની માતાના ખોળે જન્મ લેવાનો છું: વડાપ્રધાન મોદી

19
0

(જી. એન. એસ) તા. 26

કોલકાતા/માલદા,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં જનસભાને સંબોધિત કરી હતી, આ જનસભ્યમાં હજારો લોકોની ભીડ વડાપ્રધાનને જોવા અને સાંભળવા આવી હતી. આ દરમિયાન તેમણે રાજ્યની મમતા સરકાર પર જબરદસ્ત નિશાન સાધ્યું. પીએમ મોદીએ ડાબેરીઓ પર પણ આકરા પ્રહારો કર્યા. મોદીએ કહ્યું કે એક સમય એવો હતો કે જ્યારે બંગાળ આખા દેશના વિકાસનું નેતૃત્વ કરતુ હતું, પરંતુ પહેલા ડાબેરીઓએ અને પછી ટીએમસીના લોકોએ બંગાળની આ મહાનતાને ઠેસ પહોંચાડી, બંગાળના સન્માનને ઠેસ પહોંચાડી, વિકાસને અટકાવી દીધો. 

આટલી મોટી સંખ્યા રેલી ને જનસભામાં લોકોનો અભૂતપૂર્વ પ્રેમ જોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “તમે એટલો બધો પ્રેમ આપો છો… એવું લાગે છે કે કાં તો હું મારા પાછલા જન્મમાં બંગાળમાં જન્મ્યો હતો અથવા પછીના જીવનમાં બંગાળની માતાના ખોળે જન્મ લેવાનો છું.”

પી.એમ મોદી એ વધુમાં જણાવ્યું હતું કે, ‘ટીએમસી અને કોંગ્રેસ વચ્ચે તુષ્ટિકરણની સ્પર્ધા ચાલી રહી છે. રાજ્ય સરકાર બંગાળમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને લાવીને વસાવવાનું કામ કરે છે. આ ઘૂસણખોરોને તમારી જમીન અને ખેતરો પર કબજો કરવા દે છે. કોંગ્રેસ તમારી સંપત્તિ આવી વોટ બેંકમાં વહેંચવાની વાત કરી રહી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે મા-માટી-માનુષની વાતો કરીને સત્તામાં આવેલી ટીએમસીએ સૌથી મોટો દગો અહીંની મહિલાઓ સાથે જ કર્યો છે. જ્યારે અમારી સરકારે મુસ્લિમ બહેનોને અત્યાચારોથી બચાવવા માટે ટ્રિપલ તલાક નાબૂદ કર્યો ત્યારે ટીએમસીએ તેનો વિરોધ કર્યો. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (તા.૨૭-૦૪-૨૦૨૪)
Next articleપતિ-પત્નીની સંપત્તિ સાથે જોડાયેલા એક કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી