Home દુનિયા - WORLD એટલાન્ટા એરપોર્ટ પર છરી વડે હુમલો, 3 લોકો ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા

એટલાન્ટા એરપોર્ટ પર છરી વડે હુમલો, 3 લોકો ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા

25
0

(GNS),13

એટલાન્ટા એરપોર્ટ પર એક મહિલાએ છરી વડે લોકો પર હુમલો કર્યો હોવાની બનાવ સામે આવ્યો છે. એક ટ્વિટર પરની પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, સૌપ્રથમ સાંજે લગભગ 5 વાગ્યે આ ઘટના બની હતી. જેમાં એટલાન્ટા પોલીસ વિભાગ અને એટલાન્ટા એરપોર્ટે લગભગ અડધા કલાક પછી એરપોર્ટ પર ઘટનાની પુષ્ટિ કરી હતી. ઘટનાસ્થળ પર રહેલી સારા નગમે સુરક્ષા લાઇનમાં જમીન પર બેઠેલા લોકોનો ફોટો ટ્વીટ કર્યો અને કેપ્શન આપ્યું, “મહિલાએ કોઈને છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો.” એટલાન્ટા પોલીસ વિભાગના નિવેદન અનુસાર, હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓને સૌપ્રથમ સાંજે 4:45 વાગ્યે સુરક્ષા ચોકીની બહાર છરી સાથે રાખી એક મહિલાના ઊભી હોવાના અહેવાલો મળ્યા હતા. અધિકારીઓ સાથે બાથ ભીડતા પહેલા તેણે એક પુખ્ત વના પુરૂષને છરી મારી હતી..

આ ઘટના બાદ તપાસમાં સામે આવ્યું હતું કે મહિલાએ એક સ્ત્રીને અને પછી એક APD લેફ્ટનન્ટને છરાના ઘા માર્યા કારણ કે તેણે તેને કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.મહત્વનુ છે કે ત્યાર બાદ અન્ય અધિકારી આ આરોપી મહિલાને નિઃશસ્ત્ર કરવામાં અને તેને કસ્ટડીમાં લેવા સફળ રહયા હતા. મળતી માહિતી મુજબ હાલમાં તમામ ઇજાગ્રસ્ત ભાનમાં છે. શંકાસ્પદ મહિલાને એરપોર્ટ પરિસરમાં લઈ જવામાં આવી હતી, અને હાલમાં તેની તપાસ ચાલી રહી છે. એટલાન્ટા એરપોર્ટના પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે આ ઘટનાને લઈ કામગીરી પર કોઈ અસર પડી નથી અને જાહેર સલામતી માટે કોઈ ખતરો નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહમાસને હંફાવ્યા બાદ ઈઝરાયેલનો સીરિયા પર હુમલો
Next articleFrankfurt સ્કૂલે વૈશ્વિક સ્તરે ટોચની 2 ટકા બિઝનેસ સ્કૂલોમાં સ્થાન મેળવ્યુ