Home ગુજરાત ગાંધીનગર એજન્ટ ગ્રાહકો પાસેથી 30,000 લેતો અને તેમાંથી 20,000 ગાંધીનગર આરટીઓ ઈન્સ્પેક્ટરને આપતો

એજન્ટ ગ્રાહકો પાસેથી 30,000 લેતો અને તેમાંથી 20,000 ગાંધીનગર આરટીઓ ઈન્સ્પેક્ટરને આપતો

22
0

(GNS),30

અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ટેસ્ટ વિના ડ્રાઈવિંગ લાઇસન્સ આપવાના કૌભાંડમાં નવો ખુલાસો થયો છે. ડ્રાઈવિંગ ટેસ્ટ વગર લાઇસન્સ કઢાવવા માટે એજન્ટ ગ્રાહકો પાસેથી 30,000 લેતો અને તેમાંથી 20,000 ગાંધીનગર આરટીઓ ઈન્સ્પેક્ટરને આપતો હતો. પકડાયેલા આરોપીઓ ડ્રાઇવિંગ ટેસ્ટ વિના જ સોફ્ટવેરમાં ચેડાં કરીને પરીક્ષા આપી હોવાનું જણાવીને લાઇસન્સ માટેની પ્રક્રિયા આગળ કરાવતા હતા. આ કેસની તપાસમાં આરટીઓ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ઝાલાએ ઇન્ચાર્જ એઆરટીઓના હોદ્દા પર રહીને ડ્રાઇવિંગ ટેસ્ટનું કૌભાંડ આચર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તેમ જ આરોપીઓના મોબાઇલ ડિટેઇલ તપાસતા ગાંધીનગરના કેટલાક એજન્ટો સાથે સાંઠગાઠ હોવાની વિગતો પણ બહાર આવી છે. ડ્રાઇવિંગ ટેસ્ટ વિના જ સારથી એપ્લિકેશનમાં પાસ બતાવીને ચાલતા કૌભાંડ અંગે ફરિયાદ નોંધી સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી આરટીઓ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ઝાલા અને સમીર રતનધરિયા તેમજ એજન્ટ ભાવિન શાહની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી. જે અનુસંધાનમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરટીઓ ઇન્સ્પેક્ટર જયદીપસિહ ઝાલા વર્ષ ૨૦૨૨માં ઇન્ચાર્જ એઆરટીઓ હતા અને તે સમયે તેમને મળેલી સત્તાનો દુરઉપયોગ કરીને સમગ્ર કૌભાંડ આચર્યું હતું. એટલું જ નહીં અમદાવાદ ઉપરાંત ગાંધીનગરમાં આરટીઓ કચેરીમાં થતા ડ્રાઇવિંગ ટેસ્ટમાં તેમણે કૌભાંડ કર્યાની કેટલીક વિગતો સાયબર ક્રાઇમના અધિકારીઓનેમળી છે. સાથે સાથે તેના મોબાઇલ ફોનની ચકાસણીમાં ગાંધીનગરના કેટલાંક એજન્ટોની વિગતો મળી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ વિના જ લાઇસન્સની પ્રક્રિયા કરવામાં માટે એજન્ટ ગ્રાહક પાસેથી 30,000 જેટલી રકમ લેતો અને તેમાંથી 20,000 આરટીઓ ઇન્સ્પેક્ટરને ચૂકવવામાં આવતી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગ, 20 થી વધુ એમ્બ્યુલન્સની મદદથી દર્દીઓને ઓસવાલ ભવન અને આનંદ હૉસ્પિટલમાં શિફ્ટ કરાયા
Next articleસિવિલ હોસ્પિટલમાંથી ટોઇલેટની પાછળના કાચ ઊંચા કરી કાચા કામનો કેદી ફરાર