સમગ્ર વિશ્વમાં મંકીપોક્સના કેસ ઓછા થઈ રહ્યા છે, પરંતુ હજુ પણ તેનું જોખમ તોળાઈ રહ્યું છે. WHOના રિપોર્ટ અનુસાર ગત સપ્તાહે મંકીપોક્સના 5,907 કેસ સામે આવ્યા છે. જેમાં અનેક એવા દેશ શામેલ છે, જ્યાં મંકીપોક્સનો એક પણ કેસ નોંધાયો નહોતો. ભારતના રાજધાની દિલ્હીમાં મંકીપોક્સના કેસ સંપૂર્ણ રીતે ખતમ થયા નથી.
દિલ્હીમાં મંકીપોક્સના 5 દર્દીઓમાંથી 3 દર્દીઓમાં હેસ્ટ્રોસેક્સ્યુઅલ હિસ્ટ્રી જોવા મળી છે. મોટાભાગના દર્દી હેસ્ટ્રોસેક્સ્યુઅલ છે અને હોમોસેક્સ્યુઅલ નથી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (NIV)એ સ્ટડી કરી છે. આ સ્ટડી પરથી કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે. આ પરિસ્થિતિમાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે, હેસ્ટ્રોસેક્સ્યુઅલ શું હોય છે અને તેનું મંકીપોક્સ સાથે શું કનેક્શન છે.
હેસ્ટ્રોસેક્સ્યુઅલ અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. શું જાણો છો તમે કે શું છે આ સમગ્ર મામલો? સમગ્ર વિશ્વમાં મંકીપોક્સના કેસ સામે આવતા તે દર્દીઓ પર અનેક સ્ટડી કરવામાં આવી છે. સંક્રમિત દર્દીઓ પર સ્ટડી કરવામાં આવતા જાણવા મળ્યું છે કે, મંકીપોક્સનું સેક્સ્યુઅલ પાર્ટનર સાથે કનેક્શન છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જે લોકોને મંકીપોક્સ થયો છે, તેમાંથી અનેક લોકો હોમોસેકસ્યુઅલ હોવાની વાત સામે આવી છે. ત્યાર બાદ અનેક ગાઈડલાઈન્સમાં જણાવવામાં આવ્યું છે કે, પુરુષો સમલૈંગિક પાર્ટનરથી દૂર રહેવું જોઈએ તથા વધુ સેક્સ્યુઅલ પાર્ટનર ન બનાવવા જોઈએ. દિલ્હીમાં જે કેસ સામે આવ્યા, તેમના પર પણ સ્ટડી કરવામાં આવી. આ સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, 5માંથી 3 લોકોની આ પ્રકારની કોઈ જ હિસ્ટ્રી નહોતી, તેઓ હેસ્ટ્રોસેક્સ્યુઅલ હતા. અગાઉ મામલે રિસર્ચ કરવામાં આવ્યું હતું.
હાલમાં કરવામાં સ્ટડી પરથી જે પરિણામ સામે આવ્યા છે, તે રિસર્ચ કરતા બિલકુલ અલગ છે. આ કારણોસર એવું બિલકુલ પણ ન કહી શકાય કે, માત્ર હોમોસેક્સ્યુઅલ લોકોને જ મંકીપોક્સ થવાનું જોખમ છે. આ બધું થયા પછી WHOનું નિવેદન આપ્યું. અગાઉ મંકીપોક્સનું સેક્સ્યુઅલ લાઈફ સાથે કનેક્શન હોવાનું કહેવામાં આવ્યું હતું. WHOના વડા ટેડ્રોસ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે, જે લોકોને મંકીપોક્સ થયો છે તેમાંથી 98 ટકા દર્દીઓ ગે અને બાયોસેક્સ્યુઅલ હતા. જે પુરુષોએ અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોય, તે લોકોમાં મંકીપોક્સના વધુ કેસ જોવા મળ્યા હતા.
ત્યારબાદ WHOએ મંકીપોક્સ વાયરસને લઈને સાવધાની રાખવા માટે સેક્સ્યુઅલ કનેક્શનથી દૂર રહેવાની સલાહ આપી હતી. અને હોમોસેક્સ્યુઅલ અને હેસ્ટ્રોસેક્સ્યુઅલ શું હોય છે? તે જાણી સૌ કોઈ ચીકી ગયા છે. જે લોકો સમાન લિંગ પ્રત્યે આકર્ષિત થાય છે, તેમને હોમોસેક્સ્યુઅલ કહેવામાં આવે છે. એક પુરુષ અન્ય પુરુષ પ્રત્યે આકર્ષિત થાય અને શારીરિક બાંધે છે. જેને ગે અથવા લેસ્બિયન પણ કહેવામાં આવે છે.
મંકીપોક્સ અંગે અગાઉ જણાવવામાં આવ્યું હતું કે, મોસેક્સ્યુઅલ લોકોને મંકીપોક્સ થવાનું જોખમ વધુ છે. અને જે લોકો વિરોધી લિંગ તરફ આકર્ષિત થાય છે, તેમને હેસ્ટ્રોસેક્સ્યુઅલ કહેવામાં આવે છે. જ્યારે કોઈ પુરુષ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધે તો તેને હેસ્ટ્રોસેક્સ્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે. દિલ્હીમાં મંકીપોક્સના જે પણ કેસ સામે આવ્યા છે, તેમાં એકપણ દર્દી સમલૈંગિક નથી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.