મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને KANTAR દ્વારા ભાગીદારીમાં હાથ ધરવામાં આવેલા ઈન્ડિયા રિટાયરમેન્ટ ઈન્ડેક્સ સ્ટડી (IRIS) સામે આવ્યું છે કે, રિટાયરમેન્ટ પ્લાનિંગમાં મોટાભાગના ભારતીયો પાછળ રહે છે. ભારતનો નિવૃત્તિ સૂચકાંક 0 થી 100 ના સ્કેલ પર 44 પર હતો, જે દર્શાવે છે કે ભારતીયો રિટાયરમેન્ટ પ્લાનિંગમાં પાછળ છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, આરોગ્ય અને નાણાકીય સજ્જતા સૂચકાંક અનુક્રમે 41 અને 49 પર છે.
ભાવનાત્મક સજ્જતા 62 થી ઘટીને 59 થઈ છે, જે નિવૃત્તિ દરમિયાન કુટુંબ, મિત્રો અને સામાજિક સમર્થન પર વધેલી નિર્ભરતાને દર્શાવે છે. અભ્યાસ મુજબ, શહેરી લોકો ચિંતા કરે છે કે, તેમની બચત વૃદ્ધાવસ્થા માટે પૂરતી નહીં હોય. દર ત્રણ શહેરીજનોમાંથી માત્ર એક જ વ્યક્તિ એવી છે જે નિવૃત્તિના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કામ કરી રહી છે. પ્રાઈવેટ ઈન્સ્યોરર મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સે માર્કેટિંગ ડેટા કંપની કાંતાર સાથે ભાગીદારીમાં આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
સર્વેમાં 50 વર્ષથી વધુ ઉંમરના લગભગ 90 ટકા લોકોએ નિવૃત્તિ જીવન બચત માટે તેમની કારકિર્દી વહેલી શરૂ ન કરવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. ઈન્ડિયા રિટાયરમેન્ટ ઈન્ડેક્સ સ્ટડી (IRIS) તેના સર્વેની બીજી આવૃત્તિમાં 44 પર હતો, જે દર્શાવે છે કે શહેરી પગારદાર વર્ગમાં છેલ્લા એક વર્ષથી નિવૃત્ત જીવન યોજના માટે તૈયારીનો અભાવ છે. આ સર્વેમાં 28 શહેરોમાંથી 3,220 પુરૂષો અને મહિલાઓનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. તેમાં છ મેટ્રોપોલિટન શહેરો અને 12 પ્રથમ અને 12 બીજા સ્તરના શહેરોનો સમાવેશ થાય છે.
મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પ્રશાંત ત્રિપાઠીએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, “મને લાગે છે કે જ્યારે તમે નિવૃત્તિ વિશે વિચારવાનું શરૂ કરો છો ત્યારે ઘણા પ્રશ્નો હોય છે. એવી કેટલીક વાસ્તવિકતાઓ છે જેના વિશે દરેક જણ વાત કરે છે, કે ભારત ખૂબ જ યુવાન દેશ છે પરંતુ ભારત પણ વૃદ્ધ થઈ રહ્યું છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.