Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ એક પરિણીત મહિલા રાત્રે ઉઠીને પડોશમાં રહેતી સંબંધમાં નણંદ થતી યુવતી સાથેના...

એક પરિણીત મહિલા રાત્રે ઉઠીને પડોશમાં રહેતી સંબંધમાં નણંદ થતી યુવતી સાથેના સબંધ ના કારણે પરિવારમાં ચિંતા

34
0

(જી.એન.એસ) તા. 22

આગ્રા,

ઉત્તર પ્રદેશમાં આગ્રાના ફતેહપુર સીકરી શહેરમાં એક અજીબોગરીબ ઘટના બની હતી જેમાં એક મહોલ્લામાં ઘણા દિવસોથી એક પરિણીત મહિલા રાત્રે ઉઠીને પડોશમાં રહેતી સંબંધમાં નણંદ થતી યુવતી પાસે પહોંચી જતી હતી. નણંદ-ભાભીએ એકબીજા સાથે અંતરંગ થઈને ફોટો અને વીડિયો પણ બનાવ્યા છે. હવે તેમના સંબંધો બંનેના પરિવાર માટે સમસ્યા બની ગયા છે. સોમવારે જ્યારે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો તો મહોલ્લામાં પણ તેઓ ચર્ચાનો વિષય બની ગયા.

આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ પરિણીત મહિલાના તેની સંબંધમાં નણંદ થતી યુવતી સાથે સંબંધો હતા. નણંદ ઘરની નજીક જ રહે છે. આ કારણે બંને વચ્ચે વધુ નિકટતા છે. બંને રોજ મળવા લાગ્યા અને ઘરે આવવા-જવાનું શરૂ થઈ ગયું. બંને એકબીજાને રાત્રે વધુ વાર મળવા લાગ્યા. બંને વચ્ચે સંબંધ બંધાયો. બંને વચ્ચેના આ પ્રકારના સંબંધોની ચર્ચા સ્થાનિકોમાં થવા લાગી. આનાથી સાસરિયાઓ પરેશાન થઈ ગયા. તેમણે પરિણીત મહિલાના માતા-પિતાને તેના કૃત્ય વિશે જાણ કરી. આ પછી પરિણીત મહિલાનો ભાઈ તેની બહેનને સાથે તેના પિયર લઈ ગયો. બીજા દિવસે સાંજ થતા જ નણંદ પણ ભાભીના પિયર પહોંચી ગઈ. ત્યાં હોબાળો ઉભો કરી દીધો. પરિવારજનોએ બંનેને ઘણું સમજાવ્યું પણ કોઈની પર અસર થઈ નહીં. બંનેનું કહેવું છે કે અમે બંને સાથે જીવીશું નહીં તો સાથે જ મરી જઈશું. આવી સ્થિતિમાં હવે બંનેના પરિવારજનો સામે મોટી સમસ્યા ઉભી થઈ ગઈ છે. બંનેના પરિવારજનોએ તેમને સમજાવવાની કોશિશ કરી છે પરંતુ બંને માનવા તૈયાર નથી. આવી સ્થિતિમાં તેમના પરિવારને હવે આ સમસ્યાનો કોઈ ઉકેલ દેખાતો નથી.

આ ઘટનાને લઈને નણંદનાં ભાઈ અને માતાએ પોલીસ સ્ટેશન પહોંચીને આ બાબતે ફરિયાદ નોંધાવી છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવશે. બંને યુવતીઓને સમજાવવામાં આવશે અને પરિવારજનો સાથે પણ વાત કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગૃહ મંત્રાલયના કાર્યાલય નોર્થ બ્લોકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ મેલ મળ્યો
Next articleમહુડી જૈન તીર્થના ટ્રસ્ટીઓ દ્વારા મંદિરનું 130 કિલો સોનું ગાયબ કર્યાના આરોપ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી