Home મનોરંજન - Entertainment એક ટ્વિટથી રશ્મિ દેસાઈની મુશ્કિલો વધી, બચાવમાં ઉતર્યો બોયફ્રેન્ડ

એક ટ્વિટથી રશ્મિ દેસાઈની મુશ્કિલો વધી, બચાવમાં ઉતર્યો બોયફ્રેન્ડ

79
0

(જી.એન.એસ),તા.૦૭
મુંબઈ
કોઈ એક વાંધાજનક કે વિવાદિત અથવા કોઈ ખોટી કે સાચી છે એ ઘટના. તે જ પહેલા કોઈ જોયા પહેલા જ સોશિયલ મીડિયા પર ફેન વોર શરુ થઇ ગયું હોય છે અને આવું કોઈ અભિનેત્રી કે અભિનેતાનું તે નિવેદનના જવાબ પહેલા તો ફેન વોર શરુ થિયા ગયું હોય અને ખોટી કે સાચી ઘટના કે કોઈ કઈ વિચાર્યા વગર કોઈ પણ જે તે અભિનેત્રી કે અભિનેતાની બદનામી કરી દીધી હોય છે આવું કઈ રશ્મિ દેસાઈને થયું છે. રશ્મિ દેસાઈ બિગ બોસ 15ના સ્પર્ધક ઉંમર રિયાઝ હવે તેની “ફ્રેન્ડ” રશ્મિ દેસાઈના બચાવમાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, રશ્મિને ઉંમર રિયાઝના ફેન ક્લબ દ્વારા હેરાન કરવામાં આવી રહી હતી. આ હેરાનગતિને કારણે રશ્મિએ મુંબઈ પોલીસ અને સાયબર ક્રાઈમ પાસે મદદ માંગી હતી. પોલીસની મદદ માગતા બિગ બોસ અભિનેત્રીએ એક વાંધાજનક ટ્વીટમાં લખ્યું, “હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને આ બાબત પર ધ્યાન આપો કારણ કે તેઓ મારી અને મારા પરિવારની છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે. મને ખબર નથી કે આ ફેન ક્લબ છે કે તેમનો હેતુ માત્ર મને હેરાન કરવાનો છે .”@mumbaipolice @cybercrimecid જો કે, રશ્મીએ પોલીસને ટેગ કર્યા બાદ આ વાંધાજનક ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવી હતી. હવે રશ્મિનો મિત્ર ઉંમર રિયાઝ પણ તેના સમર્થનમાં આવ્યો છે. ઉંમર રિયાઝે રશ્મિના સમર્થનમાં કહ્યું કે, “મિત્રો, હું અને રશ્મિ બંને ખૂબ સારા મિત્રો છીએ અને હું ઈચ્છું છું કે તમે બધા અમારી અને રશ્મિની આ મિત્રતાને રિસ્પેક્ટ આપો. તમે લોકો અમને ખૂબ પ્રેમ કરો છો, તેથી અહીં આ નેગેટિવીટિની જરૂર નથી. કૃપા કરીને પ્રેમ કરો અને નફરત નહીં.” તાજેતરમાં જ રશ્મિ દેસાઈએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “ઉંમરના જીવનમાં કોઈ બીજી છોકરી પણ હોઈ શકે છે કારણ કે તે પોતાના અંગત જીવનને લાઈમલાઈટથી દૂર રાખે છે.” રશ્મિએ એમ પણ કહ્યું હતું કે અમે એકબીજાનું સન્માન કરીએ છીએ. હું સમજું છું કે લોકો મને ઉંમર સાથે જોવાનું પસંદ કરે છે અને હું તેનું સન્માન કરું છું. પરંતુ અમે ફક્ત સારા મિત્રો છીએ અને અમારી વચ્ચે સારું બોન્ડિંગ છે .ઘણી વાર અમે એકબીજા સાથે ખૂબ લડતા રહીએ છીએ અને ઘણી વખત અમારા વિચારો પણ એકબીજાથી અલગ હોય છે પરંતુ તે અમારી મિત્રતાને અસર કરતું નથી. રશ્મિની આ વાતો અને ઉંમર વિશેનું તેનું નિવેદન ઉંમરના ચાહકોને બિલકુલ પસંદ ન આવ્યું અને તેથી તેઓએ સોશિયલ મીડિયા પર રશ્મિને નિશાન બનાવવાનું શરૂ કર્યું. ઉંમરની જેમ રશ્મિની પણ સોશિયલ મીડિયા પર ઘણી સારી ફેન ફોલોઈંગ છે. તેથી તેના ચાહકોએ અભિનેત્રીનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો.તેથી હાલ સોશિયલ મીડિયા પર ફેન વોર શરૂ થઈ ગઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોરોનાના નવા વેરિયન્ટ આવતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય-મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે થયો વિવાદ
Next articleસંસદમાં સરકારે આપેલી માહિતી પ્રમાણે નિષ્ક્રિય EPF ખાતાઓમાં કરોડો રૂપિયા પડ્યા છે બેકાર