Home દુનિયા - WORLD એક જ દિવસમાં એલોન મસ્કનું ‘X’ ત્રણ વખત ડાઉન થયું

એક જ દિવસમાં એલોન મસ્કનું ‘X’ ત્રણ વખત ડાઉન થયું

6
0

(જી.એન.એસ) તા. 11

ઈલોન મસ્કનું માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ‘X’ ફરી એકવાર વિશ્વભરમાં ડાઉન થયું હતું. મોડી રાતથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યુઝર્સને પોસ્ટ કરવામાં અને સર્ચ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાનું મુખ્ય કારણ તાજેતરમાં થયેલા મોટા સાયબર હુમલાઓને માનવામાં આવી રહ્યું છે. ‘X’ ના માલિક એલોન મસ્કે આ અંગે પોતાનું નિવેદન આપ્યું છે અને પુષ્ટિ કરી છે કે ગઈકાલથી શરૂ થયેલા ત્રણ મોટા સાયબર હુમલાઓએ પ્લેટફોર્મની સેવાઓને વિશ્વભરમાં અસર કરી છે. ડાઉનડિટેક્ટરના નવીનતમ અહેવાલો અનુસાર, ઘણા યુઝર્સ હજુ પણ Xનો ઉપયોગ કરતી વખતે વિવિધ પ્રકારની સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છે. ખાસ કરીને, સવારે 4 થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન 900થી વધુ લોકોએ પ્લેટફોર્મની સેવાઓમાં ખલેલની ફરિયાદ કરી હતી.

યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ભારત સહિત ઘણાં દેશોએ અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સ પર આ અંગે ફરિયાદ કરી. વૈશ્વિક સ્તરે 40,000થી વધુ યુઝર્સે સેવામાં વિક્ષેપની ફરિયાદ કરી છે. 56 ટકા યુઝર્સ એપ્લિકેશનમાં જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જ્યારે 33 ટકા યુઝર્સ વેબસાઇટમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. બીજા ૧૧ ટકા યુઝર્સ સર્વર કનેક્શનમાં સમસ્યાની જાણ કરી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field