Home દેશ - NATIONAL એક કર્મચારી પોતાના ભાઈની માર્કશીટનો ઉપયોગ કરી 43 વર્ષ નોકરી કરી

એક કર્મચારી પોતાના ભાઈની માર્કશીટનો ઉપયોગ કરી 43 વર્ષ નોકરી કરી

40
0

નિવૃત્તિનો સમય નજીક આવતાં પહેલા જ આરોપી કર્મચારીનો પર્દાફાશ થયો

જે માર્કશીટના આધારે મહાનગરપાલિકામાં નોકરી મળી તે માર્કશીટ તેમની ન હોવાનું તપાસમાં સામે આવ્યું, કર્મચારી વિરુદ્ધ FIR થઇ

(જી.એન.એસ),તા.૧૮

મધ્યપ્રદેશના ગ્વાલિયરથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક મ્યુનિસિપલ કોર્પોરેશન કર્મચારી પોતાના ભાઈની માર્કશીટનો ઉપયોગ કરીને 43 વર્ષ સુધી કામ કરતો રહ્યો. પરંતુ ધીરે ધીરે નિવૃત્તિનો સમય નજીક આવતાં ફરિયાદના પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં કર્મચારીની સમગ્ર ઓળખ છતી થઈ હતી. કોર્પોરેશનના કર્મચારીને જે માર્કશીટના આધારે મહાનગરપાલિકામાં નોકરી મળી હતી તે માર્કશીટ તેમની ન હોવાનું તપાસ અહેવાલમાં બહાર આવ્યું છે. તપાસ રિપોર્ટના આધારે કોર્પોરેશનના અધિકારીઓએ આરોપી કર્મચારી વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે.  

મળતી માહિતી મુજબ, ગ્વાલિયરના મોરેનામાં રહેતા કૈલાશ કુશવાહાને 1981માં નોકરી મળી હતી. તે સમયે કૈલાશે દસ્તાવેજના નામે તેના ભાઈ રણેન્દ્ર કુશવાહાની માર્કશીટનો ઉપયોગ કર્યો હતો. તેના આધારે કૈલાશે 43 વર્ષ સુધી કોર્પોરેશનમાં ઠાઠથી કામ કર્યું હતું. પરંતુ તે દરમિયાન, મુરેનાના રહેવાસી અશોક કુશવાહાએ કોર્પોરેશનના કર્મચારી કૈલાશનો પર્દાફાશ કર્યો અને તેના વિશે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ફરિયાદ કરી. આપને જણાવી દઈએ કે આરોપી કૈલાશ સહાયક વર્ગ-3 કર્મચારી તરીકે તૈનાત હતો. તેનો ભાઈ રણેન્દ્ર પણ સરકારી નોકરી કરે છે. છેતરપિંડીનો પર્દાફાશ થતાં વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને હવે આ સમગ્ર મામલે મનપાના અધિકારીઓ બોલવાનું ટાળી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ ઓફિસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય રેલવે વર્ષ ૨૦૨૪માં 70 જેટલી વંદે ભારત ટ્રેનો દોડાવશે
Next articleફિલ્મ ‘મૈં અટલ હૂં’માં અટલ બિહારી બાજપેયીની પ્રેમ કહાની વિષે પહેલીવાર લોકો જાણશે