ભારત એક એવો દેશ છે જ્યાં દુનિયામાં સૌથી વધુ યુવા વસ્તી વસે છે. 1.4 અરબની વસ્તી સાથે આપણા દેશમાં દુનિયાની લગભગ 17.5 ટકા વસ્તી રહે છે. એમ કહેવું ખોટું નથી કે પૃથ્વી પર દર 6 માંથી 1 યુવા વ્યક્તિ ભારતીય છે. દુનિયાની સૌથી મોટી યુવા વસ્તી એક તરફ તો દેશ માટે વરદાન છે પરંતુ બીજી તરફ આગામી સમયમાં ચિંતાનો વિષય પણ બની શકે છે. આટલી મોટી યુવા વસ્તી સાથે આગામી 15 વર્ષ બાદ આશ્રિતોની સંખ્યામાં વધારો થવાનું અનુમાન છે. આંકડા જણાવે છે કે 2018 બાદથી ભારતની વસ્તીના વર્કિંગ ક્લાસ (15 થી 64 વર્ષ વચ્ચેના લોકો) આશ્રિત વસ્તીથી વધુ થઇ ગયા છે.
તમને જણાવી દઇએ કે આશ્રિત વર્ગ 14 અથવા તેનાથી ઓછી ઉંમરના બાળકો અને સાથે જ 65 વર્ષથી વધુ ઉંમરના વડીલોને ગણવામાં આવે છે. તો બીજી તરફ ડેમોગ્રાફિક ડિવિડેંટ્સના અંદાજિત આંકડા પર ધ્યાન આપીએ તો ખબર પડે છે કે કામ કરવાની ઉંમરની વસ્તીમાં આ ઉછાળો 2055 સુધી અથવા તેના શરૂ થવાના 37 વર્ષ બાદ સુધી યથાવત રહેશે. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFP) દ્રારા ભારતમાં ડેમોગ્રાફિક ડિવિડેંટ્સ પર કરવામાં આવેલા એક સ્ટડીમાં બે રસપ્રદ તથ્ય સામે આવ્યા છે.
પ્રથમ ભારતમાં ડેમોગ્રાફિક ડિવિડેંટ્સની બારી 2005-06 થી 2055-56 સુધી પાંચ દાયકા માટે ઉપલબ્ધ છે. જે દુનિયાના કોઇ પણ દેશની તુલના સૌથી લાંબી છે. આ ડેમોગ્રાફિક ડિવિડેંસ વિંડો અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમય પર જનસંખ્યા પેરામીટર્સના અનુસાર માપવામાં આવી છે. United Nations World Population Prospect(WPP)ના નવા પૂર્વાનુમાન અનુસાર ભારત વર્ષ 2023 સુધી 140 કરોડની વસ્તી સાથે ચીનને પાછળ છોડીને વિશ્વમાં સૌથી વધુ વસ્તી વાળો દેશ બની જશે.
ભારત હાલમાં વિશ્વની કુલ વસ્તીના 17.5 ટકા છે. તો બીજી તરફ વસ્તીના વર્ષ 2030 સુધી 150 કરોડ અને વર્ષ 2050 સુધી 166 કરોડ સુધી પહોંચવાનું અનુમાન છે. ભારતના TFR માં ઘટાડો: વર્ષ 2021 માં ભારતનો કુલ પ્રજનન દર (Total Fertility Rate-TFR) Replacement સ્તર પ્રજનન ક્ષમતા (જે પ્રતિ મહિલા 2.1 બાળક છે) થી નીચે ઘટીને 2.0 થઇ ગઇ છે. બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મણિપુર અને મેઘાલયને બાદ કરતાં ઘણા રાજ્ય 2ના TFR સુધી પહોંચી ગયા છે.
આજ કારણ છે કે 2037 સુધી 25-64 ઉંમરના ભારતીયોની ભાગીદારી પોતાના પીક પર પહોંચશે ત્યારબાદ તે ઘટવાની શરૂ થઇ જશે જોકે 2052 સુધી ઘટતી જશે. આ તે તબક્કો હશે જેમાં 65 થી વધુની ઉંમરની વસ્તીનો ભાગ વધવાની આશા છે. ફેરફાર સૌથી પહેલાં દક્ષિણી રાજ્યોમાં નોંધવામાં આવશે. જેમાં તમિલનાડુ અને કેરલની લગભગ 20% વસ્તી 2036 સુધી 60 વર્ષની ઉંમરને પાર કરી જશે. આ વસ્તી વિષયક ફેરફારમાં ભારત એકલું નથી.
તમને જણાવી દઇએ કે મોટાભાગના દેશ અથવા તો ફેરફારના તબક્કામાંથી પસાર થઇ રહ્યા છે અથવા નજીકના ભવિષ્યમાં તેમની વસ્તીમાં ભારે ફેરફાર જોવા મળવાનો છે. આજના સમયમાં ગ્લોબલ વસ્તી એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઇ રહી છે. પોતાના રેકોર્ડ સ્તર પહોંચ્યા બાદ 20મી સદીના મુકાબલે વસ્તીવધારો ઓછો થઇ રહ્યો છે. આજના સમયમાં એશિયામાં જાપાન એકમાત્ર એવો દેશ છે જ્યાં વૃદ્ધાવસ્થા પર નિર્ભરતાનો રેશિયો 40થી વધુ છે. બીજી તરફ અનુમાન છે કે 2050 સુધી દુનિયાભરમાં 55 થી વધુ દેશ તે રેશિયને પાર કરી જશે. એટલે દુનિયાની લગભગ 40 ટકા વસ્તી પોતાની વૃદ્ધાવસ્થામાં પગ મૂકી દેશે.
અનુમાન છે કે દુનિયાભરમાં વૃદ્ધોની વસ્તી (65 વર્ષ અને તેથી વધુ) ની કામ કરવાની ઉંમરની વસ્તી (15-64) ના રેશિયા કરતાં બમણી થઇ જશે. ડેમોગ્રાફિક આંકડા પર નજર કરીએ તો આગામી 20 વર્ષમાં દેશમાં સમય સથે યુવા આયુ વર્ગની વસ્તી ઝડપથી ઘટશે જેથી ભારતમાં વૃદ્ધ વસ્તીનો ભાગ વધવાનું નક્કી છે. આટલી મોટી વસ્તી ઝડપથી વૃદ્ધ થતાં દેશની જનસંખ્યાનો મોટો ભાગ પેંશન પર નિર્ભર થઇ જશે. જોકે ભારતમાં પેંશન પ્રાપ્ત કરનાર વૃદ્ધોની સૌથી ઓછી ભાગીદારી અને સ્વાસ્થ્ય પર ખર્ચ કરનાર દેશોમાંથી એક છે.
સરળ શબ્દોમાં કહીએ તો દેશમાં મોટાભાગના કમાનાર લોકો પોતાની પેંશને લઇને સજાગ નથી. તો બીજી તરફ NPS ના આંકડા પર નજર કરીએ તો ખબર પડે છે કે દુનિયાની સૌથી મોટી યુવા વસ્તી છતાં દેશમાં પેંશન સેવિંગ ફક્ત 14% લોકો કરે છે. તેનાથી આગામી સમયમાં શક્ય છે કે ખરાબ મોનેટરી સપોર્ટ અને નિવૃતિ બાદ જરૂરી ખર્ચના લીધે અડધી જનતાને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડીયન ઇકોનોમીના અનુસાર એપ્રિલ 2022 માં બેરોજગારી દર, 7.6 ટકા સામાન્ય ઘટાડા છતાં હજુ પણ વધુ છે. 2021 ના ‘સ્ટેટ ઓફ વર્કિંગ ઇન્ડીયા રિપોર્ટ’ ના અનુસાર 2017 અને 2021 વચ્ચે કામ કરવાની ઉંમરની વસ્તીમાં 115.5 મિલિયનનો વધારો થયો, પરંતુ લેબર ફોર્સમાં ફક્ત 7.7 મિલિયનનો વધારો થયો છે. તો બીજી તરફ દેશની વર્ક ફોર્સ હકિકતમાં 11.3 મિલિયન સુધી ઘટી ગઇ છે.
ભારતમાં શિક્ષણના સ્તર પર બેરોજગારીનો દર સમાન રૂપથી ચિંતાનો વિષય રહ્યો છે. 2022 ના ‘સ્ટેટ ઓફ ઇનઇક્વાલિટી રિપોર્ટ’ ના અનુસાર દેશમાં બેરોજગારીનો દર અને શિક્ષણનું સ્તર એકસાથે વધી રહ્યું છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.