Home દુનિયા - WORLD એક્સપ્રેસ એન્ટ્રી દ્વારા કેનેડામાં પીઆર મેળવવા ઈચ્છતા લોકોએ હવે 9 લાખ રૂપિયા...

એક્સપ્રેસ એન્ટ્રી દ્વારા કેનેડામાં પીઆર મેળવવા ઈચ્છતા લોકોએ હવે 9 લાખ રૂપિયા (સીએડી 14690) ચૂકવવા પડશે

58
0

(જી.એન.એસ) તા. 20

ટોરન્ટો/ઑન્ટારિઓ,

28 મે, 2024થી અમલી બનેશે સેટલમેન્ટ ફંડ જરૂરિયાતો:-

એક અરજદાર માટે, જરૂરી રકમ સીએડી 14,690 (અગાઉ સીએડી 13,757)

બે વ્યક્તિના પરિવાર માટે ફંડની જરૂરિયાત સીએડી 18,288 (અગાઉ સીએડી 17,127)

ત્રણ લોકોના પરિવાર માટે સીએડી 22,483 (અગાઉ સીએડી 21,055)

ચાર લોકોના કુટુંબ માટે સીએડી 27,297 (અગાઉ સીએડી 25,564)

પાંચ લોકોના પરિવાર માટે સીએડી 30,690 (અગાઉ સીએડી 28,994) છે.

છ લોકોના પરિવાર માટે, તે સીએડી 34,917 (અગાઉ સીએડી 32,700) છે.

સાત લોકોના પરિવાર માટે, નવી રકમ સીએડી 38,875 (અગાઉ સીએડી 36,407) છે.

સાતથી વધુ સભ્યો ધરાવતા પરિવારો માટે, દરેક વધારાના સભ્યને સીએડી 3,958 (અગાઉ સીએડી 3,706)ની જરૂર છે.

એક્સપ્રેસ એન્ટ્રી દ્વારા કેનેડામાં પીઆર મેળવવા ઈચ્છતા લોકોએ હવે 9 લાખ રૂપિયા (સીએડી 14690) ચૂકવવા પડશે. આ માટે તેઓએ પૈસાની રકમ દર્શાવવી પડશે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશીપ કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી માટે 28 મે, 2024થી અમલી બનેલી નવી ભંડોળ મર્યાદા નક્કી કરી છે. જે ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ (એફએસડબલ્યુપી) અને ફેડરલ સ્કીલ્ડ ટ્રેડ્સ પ્રોગ્રામ (એફએસટીપી) દ્વારા અરજી કરનારા ઉમેદવારોને અસર કરે છે.

 કેનેડા એક્સપ્રેસ એન્ટ્રી પૂલમાં ઉમેદવારોએ 27 મે, 2024 સુધીમાં, નવા ભંડોળની આવશ્યકતાઓ અનુસાર, નવા પુરાવા સાથે તેમની પ્રોફાઇલ અપડેટ કરવી આવશ્યક છે. પ્રોફાઇલ અપડેટ કરવાથી પૂલમાં તેમના રેન્કને અસર થશે નહીં. ભંડોળનો પુરાવો એ ઇમિગ્રેશન પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ઘટક છે, તે સુનિશ્ચિત કરે છે કે ઉમેદવારો કેનેડા આવે ત્યારે તેઓને પોતાને અને તેમના પરિવારોને મદદ કરવા માટે પૂરતા નાણાકીય સંસાધનો હોય.

ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ (એફએસડબલ્યુપી) અને ફેડરલ સ્કીલ્ડ ટ્રેડ્સ પ્રોગ્રામ (એફએસટીપી) હેઠળ અરજી કરતા ઉમેદવારો માટે ફંડનો પુરાવો એ મુખ્ય જરૂરિયાત છે. જો કે, જો અરજદાર પાસે કેનેડા માટે માન્ય જોબ ઓફર અને વર્ક પરમિટ હોય, તો તેમને આ જરૂરિયાતમાંથી મુક્તિ આપવામાં આવે છે. વધુમાં, એક્સપ્રેસ એન્ટ્રી કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ (સીઈસી) ઉમેદવારોએ ભંડોળનો પુરાવો પ્રદાન કરવાની જરૂર નથી.

જો ફંડના પુરાવાની જરૂર ન હોય, તો ઉમેદવારોએ એક લેટર અપલોડ કરવો આવશ્યક છે જેમાં જણાવવુ પડશે કે, તમારી પાસે માન્ય વર્ક ઓફર છે અથવા તમે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ હેઠળ અરજી કરી રહ્યાં છે. અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આ દસ્તાવેજ ફરજિયાત છે. એક કેનેડેયિન ડોલર અર્થાત આજનો રૂ. 61.16 છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપોતાના જ પિતાને પોતાનું જ અપહરણ થયાનું ફોન કરી પૈસા માંગવાનો સુરતમાં ચોકાવનારો કિસ્સો
Next articleબનાસકાંઠાના દીઓદરમાં ઓટો રિક્ષા અને ગાડી વચ્ચે અકસ્માત, 1 મહિલાનું મોત