Home મધ્ય ગુજરાત અમદાવાદ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સની અધ્યક્ષતામાં ચૂંટણી ખર્ચ સાથે સંબંધિત નોડલ અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ

એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સની અધ્યક્ષતામાં ચૂંટણી ખર્ચ સાથે સંબંધિત નોડલ અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ

36
0

(જી.એન.એસ),તા.૧૩

અમદાવાદ,

૭-અમદાવાદ પૂર્વ બેઠકના એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર સુશ્રી સીતા શ્રીવાસ્તવ તથા ૮ – અમદાવાદ પશ્ચિમ બેઠકના એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર સુશ્રી ક્રાંતિ યાદવે ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા થનાર ખર્ચની નોંધણી માટે જરૂરી માર્ગદર્શન આપ્યું

આવકવેરા, લીડ બેંક, એસજીએસટી, સીજીએસટી, કાયદો-વ્યવસ્થા, એમસીએમસી સહિતના નોડલ ઓફિસરોની ઉપસ્થિતિમાં ખર્ચ નિરીક્ષણ અંગેની વિસ્તૃત ચર્ચા થઈ

જિલ્લા વિકાસ અધિકારી અને ૭-અમદાવાદ પૂર્વના રિટર્નિંગ ઑફિસર શ્રી  વિદેહ ખરે અને રિજનલ કમિશનર ઑફ મ્યુનિસિપાલિટીઝ તથા એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના વડા શ્રી રવીન્દ્ર ખતાલે સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

અમદાવાદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪નું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. ચૂંટણી નિરીક્ષકશ્રી અને ખર્ચ નિરીક્ષકશ્રીઓ જિલ્લામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. ૭- અમદાવાદ પૂર્વ બેઠકના એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર સુશ્રી સીતા શ્રીવાસ્તવ તથા ૮ – અમદાવાદ પશ્ચિમ બેઠકના એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર સુશ્રી ક્રાંતિ યાદવની અધ્યક્ષતામાં અમદાવાદમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે ચૂંટણી ખર્ચ સાથે સંબંધિત નોડલ અધિકારીશ્રીઓ સાથેની બેઠક યોજાઈ ગઈ.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અને ૭-અમદાવાદ પૂર્વના રિટર્નિંગ ઑફિસર શ્રી વિદેહ ખરે અને રિજનલ કમિશનર ઑફ મ્યુનિસિપાલિટીઝ તથા એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના વડા શ્રી રવીન્દ્ર ખતાલે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ મીટિંગમાં આવકવેરા, લીડ બેંક, એસજીએસટી, સીજીએસટી, કાયદો અને વ્યવસ્થા, એમસીએમસી સહિતના નોડલ ઓફિસરોની ઉપસ્થિતિમાં ખર્ચ નિરીક્ષણ અંગેની વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી. એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ દ્વારા ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા થનાર ખર્ચની નોંધણી માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ખર્ચ નોડલ અધિકારી સહિતના નોડલ અધિકારીઓ દ્વારા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકોમાં કરવામાં આવી રહેલી કામગીરી અંગે ખર્ચ નિરીક્ષકોને અવગત કરવામાં આવ્યા હતા. ખર્ચ નિરીક્ષકો દ્વારા આદર્શ આચારસંહિતા અમલી બન્યા પછીથી AEOs, FSTs, SSTs, MCMC, 24*7 કંટ્રોલ રૂમ જેવી  ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલ વિવિધ ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

આ ઉપરાંત, ચૂંટણી ફરજો માટે નિયુક્ત કરાયેલા નોડલ ઓફિસરો તેમજ ચૂંટણી ફરજ માટે નિમાયેલા સ્ટાફ, તેમને અપાયેલ તાલીમ, શંકાસ્પદ નાણાકીય વ્યવહારો, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટેની તૈયારી, સ્ટેટિક/ફ્લાઇંગ સર્વેલન્સ ટીમની સંખ્યા અને સ્થળો તથા જપ્ત થયેલ હથિયારો, દારૂ, નાર્કોટિક્સ સહિતના ગેરકાયદેસર સામાનની માહિતી, સુરક્ષા માટે સી.આર.પી.એફ. કંપનીઓની તૈનાતી વગેરે બાબતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની ચર્ચા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી.

આ બેઠકમાં પોલીસ, ઇન્કમટેક્સ, જીએસટી, બેન્ક, હિસાબ, મીડિયા સહિતના વિભાગોમાં વિવિધ જવાબદારીઓ સંભાળતા નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleSoU પ્રોજેક્શન મેપિંગ શૉ ( લેસર શો ) અને નર્મદા મહા આરતીના સમયમાં ફેરફાર
Next articleગાંધીનગર જિલ્લામાં યોગ બોર્ડના કન્વીનર અને આયુષ તંત્ર દ્વારા જિલ્લામાં ચાલતા યોગ વર્ગો માં ‘પહેલા મતદાન પછી જલપાન’, પરિવાર સાથે મતદાન ના શપથ લેવડાવવા આવી રહ્યા છે.