Home મધ્ય ગુજરાત અમદાવાદ એકાવન વર્ષ બાદ ગુજરાત એગ્રો પાસેથી પાંચ એકર જમીન લેવા અંગે દરખાસ્ત...

એકાવન વર્ષ બાદ ગુજરાત એગ્રો પાસેથી પાંચ એકર જમીન લેવા અંગે દરખાસ્ત કરવામાં આવી

15
0

(જી.એન.એસ)તા.19

અમદાવાદ,
અમદાવાદના શાહવાડી ખાતે એકાવન વર્ષ પહેલા ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ  કોર્પોરેશન લી.ને ૧૨ રુપિયા પ્રતિ ચોરસમીટરના દરથી પાંચ એકર જમીન કોમ્પોસ્ટ પ્લાન્ટ બનાવવા વેચાણથી આપવા નકકી કરાયુ હતુ.હવે આ જમીનનો કબજો પરત લેવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મંજૂુરી માટે મુકાઈ છે.જમીનમાં થયેલા દબાણ દુર કરવા પાછળ થનારા ખર્ચની રકમ મ્યુનિ.તંત્ર અને ગુજરાત એગ્રો પચાસ ટકા લેખે ભોગવશે. શાહવાડીના રે.સ.નંબર-૩૮ પૈકી તથા બહેરામપુરાના રે.સ.નંબર-૧૦૧ પૈકીની પાંચ એકર જમીન ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી.ને વેચાણથી આપવા ૮ જુન-૧૯૭૨ના રોજ સ્ટેન્ડિંગ કમિટી ઠરાવથી મંજુરી આપવામા આવી હતી.જે તે સમયે જમીનની કુલ રકમ પૈકી દસ ટકા રકમ જમા લઈ ૨૮ નવેમ્બર-૧૯૭૩થી કબજો સોંપવામાં આવ્યો હતો.હાલ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી.હસ્તકની પાંચ એકર જમીન કોઈ ઉપયોગમાં નહી હોવાથી મ્યુનિ.તંત્ર જાહેર જનતાની સુખાકારી માટે આ જગ્યાનો પ્રત્યક્ષ કબજો લેવા માંગતુ હોવાનો દરખાસ્તમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.હાલના જંત્રીના ભાવ મુજબ જમીન મુલ્યાંકનના દસ ટકા મુજબના નાણાં ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી.ને ચૂકવવા અંગે કાર્યવાહી કરાશે.

 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનેશનલ હાઈવે નં.૪૮ ઉપર રૂા. 29.19 લાખના વિદેશી દારૂ સાથે ટ્રક પકડવામાં આવ્યો
Next articleજમ્મુ-કાશ્મીરમાં સમાજવાદી પાર્ટીને સાયકલને બદલે લેપટોપ ચૂંટણી ચિન્હ મળ્યું