સંસદમાં વક્ફ બિલને સમર્થન જેડીયુને ભારે પડ્યું?
(જી.એન.એસ) તા. 7
પટણા,
જનતા દળ યુનાઇટેડ(જેડીયુ) માટે એક મોટા આંચકારૂપ સમાચાર આવ્યા છે જેમાં એકસાથે 15 જેટલા મુસ્લિમ નેતાઓએ જનતા દળ યુનાઇટેડ(જેડીયુ)માંથી સામૂહિક રાજીનામા આપી દીધા છે. ખરેખર તો વક્ફ બિલ મુદ્દે મોદી સરકારને સમર્થન આપ્યા બાદથી જેડીયુની મુશ્કેલી વધી ગઈ છે. મુસ્લિમ નેતાઓનો જેડીયુથી મોહભંગ થતો દેખાઈ રહ્યો છે.
ખરેખર તો વક્ફ સુધારા બિલને લોકસભા અને રાજ્યસભા બાદ રાષ્ટ્રપતિની પણ મંજૂરી મળી ગઈ છે ત્યારથી મુસ્લિમ વર્ગમાં ભારે નારાજગી દેખાઈ રહી છે. હવે મોતિહારીમાં એકસાથે 15 મુસ્લિમ નેતાઓએ નારાજ થઈને જેડીયુમાંથી રાજીનામું આપી દીધું છે.
આ મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતા સમાચાર મુજબ, માત્ર આ 15 નેતાઓ નહિ પણ આ ઉપરાંત અમુક કાર્યકરોએ પણ જેડીયુમાંથી રાજીનામું આપ્યું છે. મુસ્લિમ નેતાઓ અને કાર્યકરોની નારાજગીની વાતને ખોટી અફવા બતાવી છે. જેડીયુના અમુક વરિષ્ઠ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, કોઈ મુસ્લિમ નેતા કે, કાર્યકર વક્ફ બિલના સમર્થન બદલ નારાજ નથી. અમુક લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે. પરંતુ હવે જેડીયુમાંથી ધડાધડ મુસ્લિમ નેતાઓના રાજીનામા ખાતરી આપે છે કે, તેઓ પક્ષથી નારાજ છે.
રાજીનામું આપનારા 15 નેતાઓની યાદી-
1. ગૌહર આલમ- બ્લોક પ્રમુખ યુવા JDU ઢાકા
2. મોહમ્મદ મુર્તુઝા – ખજાનચી – શહેર પરિષદ ઢાકા
3. મો. શબીર આલમ- બ્લોક ઉપાધ્યક્ષ યુવા JDU ઢાકા
4. મૌસીમ આલમ- શહેર પ્રમુખ લઘુમતી સેલ ઢાકા
5. ઝફર ખાન – શહેર સચિવ, ઢાકા
6. મોહમ્મદ આલમ – શહેર મહામંત્રી, ઢાકા
7. મોહમ્મદ તુરફૈન – બ્લોક જનરલ સેક્રેટરી યુવા JDU ઢાકા
8. મોહમ્મદ મતીન – શહેર ઉપપ્રમુખ ઢાકા
9. સુફૈદ અનવર – કરમવા પંચાયત યુવા પ્રમુખ
10. મુસ્તફા કમાલ (અફરોઝ) – યુવા પાંખ, ઉપપ્રમુખ
11. ફિરોઝ સિદ્દીક – બ્લોક સેક્રેટરી, યુથ જેડીયુ, ઢાકા
12. સલાઉદ્દીન અંસારી – શહેર મહાસચિવ, ઢાકા
13. સલીમ અંસારી – શહેર મહામંત્રી ઢાકા
14. ઈકરામુલ હક – શહેર સચિવ, ઢાકા
15. સગીર અહેમદ – શહેર સચિવ, ઢાકા
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.