Home મધ્ય ગુજરાત અમદાવાદ એએમસી ના આસિસ્ટંટ ટીડીઓ હર્ષદ ભોજકના કોર્ટે 5 ઓગસ્ટ સવારે 11 સુધી...

એએમસી ના આસિસ્ટંટ ટીડીઓ હર્ષદ ભોજકના કોર્ટે 5 ઓગસ્ટ સવારે 11 સુધી રિમાન્ડ મંજૂર કર્યા 

14
0

(જી.એન.એસ) તા. 2

અમદાવાદ,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ના આસિસ્ટંટ ટીડીઓ હર્ષદ ભોજકની 20 લાખની લાંચ લેતા રંગે હાથ ધરપકડ કર્યા બાદ એસીબી દ્વારા કોર્ટ પાસે માંગેલા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટે 5 ઓગસ્ટ સવારે 11 સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. અદાલતે બંને આરોપીઓના લાંચ કેસમાં રિમાન્ડ મંજૂર કર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટંટ ટીડીઓ હર્ષદ ભોજકની 20 લાખની લાંચ લેતા રંગે હાથ ધરપકડ કર્યા બાદ ભોજક કેટલા રંગે રંગાયેલા છે તે તેમના ઘરની તલાશી લેતા બહાર આવ્યું છે. રાજકોટ અગ્નિકાંડના ટીડીઓની કરોડોની મિલકતોની તપાસ ચાલી રહી છે ત્યાં અમદાવાદના એક આસિસ્ટંટ ટીડીઓ 20 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીની જાળમાં સપડાઈ ગયા હતા. આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદી અમદાવાદમાં વડીલોપાર્જીત જમીનમાં દુકાનો અને મકાનો ધરાવતા હતા. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કબજો લઈને તોડી પાડવામાં આવ્યા હતા. આથી મકાનો અને દુકાનોના ભાડુઆતોએ તથા ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરી હતી.

એસીબીના અધિકારીઓએ આશ્રમ રોડ પર રત્ના બિઝનેસ સ્ક્વેર, અક્ષર સ્પેસ ઈન્ક્રાસ્ટ્રક્ચરની એક ઓફિસમાં જાળ બિછાવીને લાંચ માંગી આ રકમ સ્વીકારીને ગુનો કર્યો હતો. આરોપી હર્ષદ એમ.ભોજક એએમસીમાં આસિસ્ટંટ ટીડીઓ તરીકે ફરજ બજાવતો હતો જ્યારે આશિષ પટેલ એન્જીનિયર હોવાનું જાણવા મળ્યું હતું.

ભોજકે લાંચ લીધા બાદ એસીબીએ તેના પ્રગતિનગર વિસ્તારમાં આવેલા ફ્લેટમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. એસીબીની ટીમે પંચ રૂબરૂ જડતી તપાસ કરતા ઘરમાંથી 73 લાખ રૂપિયા રોકડા મલી આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. તે સિવાય 4 લાખની કિંમતનું સોનાનુ બિસ્કિટ મળીને કુલ રૂ.77,00,000ની માલમતા કબજે કરવામાં આવી હતી.તે સિવાય જડતી દરમિયાન મળી આવેલા દસ્તાવેજો અને મિલકતો સંદર્ભે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. જેને પગલે આગામી દિવસોમાં ભોજક દ્વારા કરવામાં આવેલ કૌભાંડો બહાર આવશે તે નક્કી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત સહિત દેશભરમાં યોજાશે “૨૧મી પશુધન વસ્તી ગણતરી”
Next articleમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે એએમસી ને 3 ઝોનમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગના 7497 કામો માટે 144  કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજુરી આપી