Home દુનિયા - WORLD ઋષિ સુનક સરકારે બ્રિટેનમાં મંદી આવતા અર્થવ્યવસ્થાને બચાવવા મોટી જાહેરાત કરી

ઋષિ સુનક સરકારે બ્રિટેનમાં મંદી આવતા અર્થવ્યવસ્થાને બચાવવા મોટી જાહેરાત કરી

41
0

બ્રિટન આર્થિક મોરચા પર સંઘર્ષ કરી રહ્યું છે. તેની અર્થવ્યવસ્થા સંકોચાતી જાય છે. આ દરમિયાન પ્રધાનમંત્રી ઋષિ સુનકે આર્થિક મંદીને દૂર કરવા માટે ઘણા પગલાં ભરવાની જાહેરાત છે. બ્રિટિશ સરકારે 55000 કરોડ પાઉન્ડનો પિસ્કલ પ્લાન રજૂ કરવા કહ્યું છે. નાણાકીય મંત્રી જેરમી હંટે સરકારે ઇમરજન્સી બજેટનો ખુલાસો કર્યો છે જેમાં ટેક્સના દરમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. બ્રિટનમાં મોંઘવારી કાબૂમાં આવવાનું નામ લઇ રહી નથી. એટલા માટે ટેક્સ દરમાં વધારો કરવામાં આવ્યો છે.

નાણામંત્રી હાઉસ ઓફ કોમન્સ ઓટમ સ્ટેટમેંટ રજૂ કર્યું, જેનું સમર્થન પ્રધાનમંત્રીએ કહ્યું. જેમાં બજેટની મુખ્ય જાહેરાતો આ પ્રમાણે છે. સૌપ્રથમ તો એનર્જી કંપનીઓ પર વિંડફોલ ટેક્સને વધારવામાં આવ્યો છે. તેને 25% થી 35% કરી દેવામાં આવી છે. અને બીજી જાહેરાત છે ઇલેક્ટ્રિક જનરેટર પર 45 ટકાનો અસ્થાઇ ટેક્સ લગાવવામાં આવ્યો છે. ત્રીજી જાહેરાત એ છે કે સવા લાખ પાઉન્ડ વાર્ષિક કમાનાર લોકોને હવે ટોપ ટેક્સના દાયરામાં આવશે. અને ચોથી જાહેરાત એ છે કે ઇલેક્ટ્રિક ગાડીઓ પર 2025 થી એક્સાઇઝ ડ્યૂટી લાગશે નહી.

બજેટ સાથે રજૂ કરવામાં આવેલી સ્વતંત્ર એકમ ઓબીઆર (ઓફિસ ફોર બજેટ રિસ્પોનસિબલિટી) નો રિપોર્ટ બતાવે છે કે એનર્જીની કિંમતોમાં ભારે વધારા માટે રશિયા અને યૂક્રેનની જંગ જવાબદારી છે. રિપોર્ટ અનુસાર 2024 સુધી અર્થવ્યવસ્થામાં સુધારાની આશા દેખાતી નથી. અને બ્રિટનમાં મોંઘવારી તોડ્યો રેકોર્ડ અને જેવો તેવો નહિ બ્રિટનમાં આ થયેલી મોંઘવારીએ તો 41 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. તાજા આંકડા અનુસાર ઓક્ટોબર 2022 દરમિયાન બ્રિટનમાં છુટક મોંઘવારી વધીને 11.1 ટકા થઇ ગઇ છે, જે 1981 થી અત્યાર સુધી સૌથી ઉંચા સ્તર પર છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાયડના કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય જસુ પટેલનો આક્ષેપ – કોંગ્રેસ મને ન ઓળખી સકી 
Next articleલીમાના એરપોર્ટના રન વે પર ઉડી રહેલું વિમાન ટ્રક સાથે અથડાયું, બે કર્મચારીના થયા મોત