ઊંઝા નવા ગંજબજારમાં જીરાનો વેપાર કરતાં વેપારીએ રાજસ્થાનની કંપનીને જીરાના માલની ખરીદી પેટે એડવાન્સ આપેલા રૂ.૧૪.૯૬ લાખ પરત નહીં આપી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ઊંઝા પોલીસ મથકે નોંધાઈ છે.
વિસનગર રોડ પરની જલારામ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રફુલભાઈ બચુભાઈ પટેલ નવાગંજ બજારમાં ઉમિયા સેલ્સ એગ્રો નામની પેઢી ધરાવે છે. રાજસ્થાનના જાેધપુરની ભુતરા ઇન્ડસ્ટ્રીઝના માલિક દિલીપભાઈ દિનેશભાઈ ભુતરા સાથે પણ જીરાનો વેપાર કરતા હતા.
ઊંઝાની એક પેઢીમાં ભાગીદાર એવા દિલીપભાઈ રાજસ્થાનથી જીરાનું સેમ્પલ લઈને આવતા હતા, જેને લઈ પ્રફુલભાઈ જાેયા બાદ તે સેમ્પલની કિંમત નક્કી કરીને ખરીદતા હતા.
આ ખરીદ વેચાણના વેપારમાં પ્રફુલભાઈએ દિલીપભાઈ પાસેથી રૂ.૬૧ કરોડનો જીરાનો માલ ખરીદ્યો હતો અને તેના નાણાં તેમણે સમયસર મોકલી આપ્યા હતા. પરંતુ ૨૪ જૂન ૨૦૨૧થી ૨૩ માર્ચ ૨૦૨૨ સુધી દિલીપભાઈએ પ્રફુલભાઈ પાસેથી માલના એડવાન્સ પેટે લીધેલા રૂ.૧૪,૯૬,૪૭૦ પરત નહીં આપી છેતરપિંડી કરી હતી.
પ્રફુલભાઇએ બાકી નાણાંની વારંવાર ઉઘરાણી કરતાં ઊલટાનું દિલીપભાઈએ રાજસ્થાનમાં ખોટા કેસ કરી ફસાવી દેવાની ધમકી આપતાં પ્રફુલભાઈ પટેલે જાેધપુરની ભુતરા ઇન્ડસ્ટ્રીઝના માલિક દિલીપ દિનેશભાઈ ભૂતરા સામે ફરિયાદ નોંધાવી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.