રાજકોટ ખાતે ઓઇલ મિલની દિવાળી નિમિત્તે રાખેલી પૂજામાં પત્ની હાજરી આપવા જતાં ઊંઝામાં વેપારીના મકાનનું તાળું ખોલી અજાણ્યો શખ્સ રૂ.12.60 લાખના દાગીના ચોરી ગયો હતો. વેપારીએ પોતાના મકાનમાં ભાડે રહેતા શખ્સનું શકદાર તરીકે નામ આપી ફરિયાદ નોંધાવી છે. ઊંઝા રામબાગ સ્કૂલની સામે જગદીશ નગર સોસાયટીમાં હરિઓમ રામબાબુ ગુપ્તા પરિવાર સાથે રહે છે અને એપીએમસીમાં કૃષ્ણા ટ્રેડિંગ નામની કંપની મારફતે જીરા ટ્રેડિંગનો વેપાર કરે છે.
તેમણે રાજકોટ ખાતે મગફળીનું ઓઇલ કાઢવાનું કામકાજ ચાલુ કરેલ હોય પિતા સાથે તેઓ રાજકોટ રહે છે અને તેમની પત્ની અને બાળકો ઊંઝા રહે છે. તેમના મકાનનો ઉપરનો માળ ખાલી રહેતો હોઇ મૂળ ઉત્તર પ્રદેશના બિનુ યાદવ નામના શખ્સને ઓગસ્ટ મહિનામાં ભાડે આપ્યો હતો. દરમિયાન રાજકોટ ખાતે તેમની ઓઇલની ફેક્ટરીમાં પૂજા કરવાની હોઇ પત્ની 17 ઓક્ટોબરે બંને દીકરા સાથે મકાનને તાળું મારી રાજકોટ ગયા હતા અને ત્રણ નવેમ્બરે ઘરે પરત ફરતાં મકાનના ઉપરના ભાગે ભાડેથી રહેતો બિનુ યાદવ અને તેનો પરિવાર હાજર હતો નહીં.
ત્યારે તેમણે ઘરમાં સફાઈ કરતાં સમયે સામાન ચેક કરતા ઘરમાં મુકેલો સોનાના દાગીનાનો ડબ્બો મળી આવ્યો ન હતો અને રૂ.12.60 લાખના સોનાના દાગીના ભરેલા ડબ્બાની ચોરી થઈ હોવાનું જણાતાં તેમણે પોતાના મકાનના ઉપરના માળે ભાડૂઆત તરીકે રહેતા બીનું ગુડ્ડુ યાદવ પોતે રાજકોટ ગયા તે સમયે તાળું ખોલીને સોનાના દાગીના ભરેલો ડબ્બો ચોરી ગયો હોવાના શક સાથે ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.