પાલનપુરમાં પતિથી છુટાછેડા લીધા બાદ મહિલા પોતાના પિયરમાં રહેવા ચાલી ગઈ અને ત્યારબાદ અચાનક પતિના ઘરે આવી જતા સાસરીયાઓએ સમજાવતા તેણીએ ઘરમાંથી કાઢશો તો જેલમાં પુરાવી દેવાની ધમકી આપી હોવાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે પાલનપુરમાં છુટાછેડા લીધા બાદ મહિલા પતિના ઘરે આવીને રહેવા લાગતા અને આ અંગે કહેવા જતા તેણીએ જેલમાં પુરાવી દેવાની ધમકી આપી હોવાની ફરીયાદ તેણીના સસરા મફતલાલ પરમારે નોંધાવી છે. જેમાં જણાવ્યુ છે કે મફતલાલ પરમારના પુત્ર નિલધ્વજ પરમારની પત્નિ મનિષા સાથે લગ્ન થયા બાદ તેઓને અંદરો-અંદર ઝઘડા થતા હોઈ બન્નેએ સ્વૈચ્છિક છુટાછેડા લીધા હતા અને સ્ટેમ્પ પેપર પણ કરાવેલ હતા.
દરમિયાન મનિષાબેન તેના પિયર રહેતી અને ગઈકાલે તે તેના પતિના ઘરે આવીને રહેવા લાગતા આ અંગે મફતલાલ પરમારે સમજાવવા જતા મને બહાર કાઢવાની કોશિશ કરી તો તમારા સામે ફરીયાદ કરીશ અને જેલમાં પુરાવી દઈશ તેવી ધમકી આપી હોવાની ફરીયાદ મફતલાલ પરમારે પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકે નોંધાવતા પોલીસે ફરીયાદ આધારે તપાસ હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.