Home મનોરંજન - Entertainment ઉર્ફી જાવેદે મીકાના સ્વયંવરમાં ભાગ લેવાનો ઈન્કાર કર્યો

ઉર્ફી જાવેદે મીકાના સ્વયંવરમાં ભાગ લેવાનો ઈન્કાર કર્યો

52
0

(જી.એન.એસ),તા.૦૭
મુંબઈ
ઉર્ફીએ મીકાના સ્વયંવરમાં ભાગ લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. ઉર્ફીએ અંગે જણાવ્યુ હતું કે, હું પણ ઘણાં સમયથી અફવાઓ સાંભળી રહી છું. લોકો કહે છે કે, મીકા સિંહના સ્વયંવરમાં હું વાઈલ્ડ કાર્ડથી એન્ટ્રી કરવાની છું. જાે કે હકીકતમાં હું આ શો કરવાનો નથી. મેરેજ સાથે કનેક્ટ હોય તેવો કોઈ શો હું ભવિષ્યમાં પણ કરવાની નથી. આ સાથે ઉર્ફીએ જણાવ્યું હતું કે, મેરેજ એ અંગત બાબત છે. મારા મેરેજનો તમાશો ટીવી પર હું બતાવી શકું નહી. બિગ બોસ ઓટીટી સ્ટાર ઉર્ફી જાવેદ ચર્ચામાં રહેવા માટે અવનવા લૂક્સમાં જાેવા મળતી હોય છે. પોતાના કામના બદલે અન્ય કારણોના લીધે સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી ઉર્ફીને લેવા માટે ટીવી શોમાંથી ઓફર આવી રહી છે. મીકા સિંહના રિયાલિટી શો સ્વયંવર મીકા દી વોટ્ટીમાં ઉર્ફી જાેવા મળે તેવી શક્યતા હતી. મીકાની દુલ્હન બનવાની રેસમાં ઉર્ફી પણ ઝંપલાવશે તેવી શક્યતા હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો હતો કે, મીકાના સ્વયંવરમાં વાઈલ્ડ કાર્ડથી ઉર્ફી એન્ટ્રી કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleધર્મેન્દ્રની તબિયત વધુ ખરાબ છે તેવી અફવા સામે બોબી દેઓલે રદિયો આપ્યો
Next articleRBI દ્વારા વ્યાજદરોમાં ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવતા ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!