વિધાનસભા અને સચિવાલયના કબાટમાં સીટના અનેક રિપોર્ટ ધૂળ ખાય છે…!
(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૫
બિનસચિવાલય કારકૂનની પરીક્ષામાં ગેરરીતિના મામલે ગાંધીનગરમાં ઉેદવારઓ આંદોલન શરૂ કરતાં રૂપાણી સરકારે ગેરરીતિની તપાસ માટે સીટની રચના માટેની તૈયારી બતાવી છે અને સરકાર પરીક્ષા રદ કરવાની માંગણીને અવગણીને સીટની રચના કરે તો પણ સીટની તપાસ સામે સવાલો સર્જાય તો નવાઇ નહીં કેમ કે ગુજરાતમાં અગાઉ આવા મામલે જે પણ સીટની રચના થઇ તેમાંથી શું નિકળ્યું તે ગુજરાતના રાજકારણમાં છુપુ નથી. વર્તમાન આંદોલનને સમેટવાના પ્રયાસરૂપે સરકારે સીટની રચનનાનું લોલીપોપ આંદોલનકારીઓ સામે મૂક્યું હોવાની લાગણી વ્યક્ત થઇ રહી છે.
રાજકીય સૂત્રોએ કહ્યું કે ગુજરાતમાં ગોધરા કાંડ, ઉનાકાંડ, સોહરાબુદ્દીન કાંડ વગરે.ની તપાસ સહિત કેટલાય મોટા બનાવોમાં તપાસ માટે સીટ-સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી હતી. તેમાંથી કેટલાય સીટ રિપોર્ટ વિધાનસભા આજદિન સુધી રજૂ થયા નથી. 3 દલિતોની પોઇન્ટ બ્લેન્ક ગોળીબારથી હત્યાનો રિપોર્ટ હજુ સુધી વિધાનસભા તો શું પણ બહાર આવ્યો નથી.
સૂત્રોએ કહ્યું કે સરકારની એ ફિતરત રહી છે કે આવા આંદોલનો અને બનાવો બને ત્યારે સીટની રચના કરીને મામલાને શાંત કરી દેવામાં આવે છે. સીટ સરકારી જ હોય છે. તેમાં કોઇ જજ હોતા નથી. સરકારના અધિકારીઓ પછી તે આઇપીએસ હોય કે આઇએએસ જ હોય છે. જે સચિવ કે અગ્રસચિવનો હોદ્દો ધરાવતાં હોય છે. યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આઇએએસ અને આઇપીએસ સીટમાં રહે તેવી માંગ કરી છે.
કારકૂનની પરીક્ષામાં ગેરરીતિના અનેક પુરાવી સરકારને આપ્યા છે. પરંતુ સરકારે જીદે ચઢીને પરીક્ષા તો રદ નહીં જ થાયનું જણાવીને આ પુરાવાની તપાસ અને આંદોલનકારીઓની અન્ય માંગણીઓ માટે સીટની રચનાની જાહેરાત કરી છે. આંદોલનકારી યુવા નેતાએ તેમાં કોઇ રાજકિય નિમણૂંકનો વિરોધ કર્યો છે. પરંતુ સીટમાં જે સભ્યો કે અધ્યક્ષ હશે તે સરકારમાંથી જ હશે અને સીએમઓની ઉપરવટ જઇને તપાસ કરશે એમ જો સરકારમાં કોઇ દાવો કરતા હોય તો તે યોગ્ય નથી.
સરકારી નોકરીની ભરતીમાં ગેરરીતિના મામલે ઉમેદવારોએ પોતાના હક્ક માટે આંદોલન શરૂ કર્યું છે અને તેને વેગ મળે તેમ હોવાથી રૂપાણી સરકારે સીટની રચનાના નામે આંદોલનને તોડી પાડવાની રણનીતિ અપનાવી હોવાનો મત કેટલાક ઉમેદવારો વ્યક્ત કરી રહ્યાં છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.