Home દેશ - NATIONAL ઉદયપુર હત્યા કેસમાં ગહેલોત સરકારની કામગીરી પર કોંગ્રેસના નેતા પ્રમોદ કૃષ્ણમએ ટિ્‌વટ...

ઉદયપુર હત્યા કેસમાં ગહેલોત સરકારની કામગીરી પર કોંગ્રેસના નેતા પ્રમોદ કૃષ્ણમએ ટિ્‌વટ કરતા ખળભળાટ

32
0

(જી.એન.એસ),તા.૩૦
રાજસ્થાન
કોંગ્રેસે ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યાકાંડમાં અશોક સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવનારી ટિપ્પણી બદલ પોતાના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમને ફટકાર લગાવી અને કહ્યું કે તેમની ટિપ્પણી તથ્યોથી દૂર છે અને તેમણે લક્ષ્મણરેખા પાર કરતા પહેલા ઓછામાં ઓછું એકવાર તેના પર વિચાર કરવો જાેઈતો હતો. કૃષ્ણમે એક ટ્‌વીટમાં ગહેલોત સરકારની કામગીરી પર સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે ધમકી મળવા છતાં કન્હૈયાને સુરક્ષા કેમ ન અપાઈ અને આરોપ લગાવ્યો કે હત્યારાઓ સાથે સાથે પોલીસ અને પ્રશાસન પણ સરખી રીતે જવાબદાર છે. તેમણે પૂછ્યું કે એસએસપી, ડીઆઈજી વિરુદ્ધ હજુ સુધી કાર્યવાહી કેમ થઈ નથી. કૃષ્ણમે એ પણ પૂછ્યું કે શું રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારનો ઈકબાલ સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયો છે. કોંગ્રેસ નેતા પ્રમોદ કૃષ્ણમ પર નિશાન સાધતા કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્‌વીટ કરતા કહ્યું કે તેમણે બીજીવાર લક્ષ્મણ રેખા પાર કરતા પહેલા ઓછામાં ઓછું એકવાર તેના પર વિચાર કરવો જાેઈતો હતો. તેમણે કૃષ્ણમની ટ્‌વીટને ટેગ કરતા લખ્યું કે તમે જે લખ્યું છે તે તથ્યોથી દૂર છે. ગત સપ્તાહે કોંગ્રેસે કૃષ્ણમની ઉદ્ધવ ઠાકરે પર કરાયેલી ટિપ્પણીથી પણ પોતાને અલગ કરી હતી. કૃષ્ણમે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સીએમ પદ છોડવામાં એક પળની પણ વાર કરવી જાેઈએ નહીં તેવી ટ્‌વીટ કરી હતી. ઉદયપુરમાં આજે પણ કરફ્યૂ છે. તાલિબાની મર્ડર બાદ સમગ્ર ઉદયપુરમાં કડક નિગરાણી રાખવામાં આવી રહી છે. સમગ્ર પ્રદેશમાં નેટ બંધ છે અને શાંતિ જાળવી રાખવા માટે કડકાઈ રાખવામાં આવી રહી છે. આ બધા વચ્ચે સીએમ અશોક ગહેલોત આજે કન્હૈયાલાલના પરિવારને મળશે. સીએમ ગહેલોત સાથે ગૃહરાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવ, સીએસ, ડીજીપી અને અન્ય અધિકારીઓ પણ ઉદયપુર પહોંચશે. હાલ રાજ્યમાં એક મહિના માટે કલમ ૧૪૪ લાગુ છે. કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં આજે જયપુર બંધની પણ જાહેરાત કરાઈ છે. બંધ દરમિયાન જરૂરી સેવાઓને છોડી તમામ બજાર અને પ્રતિષ્ઠાન બંધ રાખવાનો ર્નિણય બુધવારે લેવાયો હતો. ૩ જુલાઈએ હિન્દુ સંગઠન જયપુરમાં મોટી વિરોધ માર્ચ કાઢશે. જયપુરમાં થયેલી બેઠકમાં આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત અને સામાજિક અને ધાર્મિક સંગઠનોના પદાધિકારીઓની સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીષ પુનિયા પણ હાજર રહ્યા હતા. જેસલમેર પણ આજે બંધ છે. આજ સવારથી જ પ્રતિષ્ઠાનો બંધ છે. સર્વ હિન્દુ સમાજના આહ્વાન પર શહેર બંધ છે. હત્યાકાંડના વિરોધમાં મૌન જુલુસનું પણ આહ્વાન કરાયું છે. આ દરમિયાન જેસલમેરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસત્તા શિવસેના માટે પેદા થઈ છેઃ સંજય રાઉત
Next articleદેશમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું ૧ દિવસમાં નવા કેસમાં ૩૦ ટકાનો ઉછાળો