(GNS),04
તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ દ્વારા સનાતન ધર્મ પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ભાજપે કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું છે. ભાજપે કહ્યું કે સનાતન ધર્મ પર ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન પર રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ જેવા વિરોધ પક્ષોના નેતાઓનું મૌન ચોંકાવનારું છે. રાહુલ ગાંધીએ આ મુદ્દે બોલવું જોઈએ. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ દ્વારા સનાતન ધર્મ પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને આજે પણ હોબાળો ચાલુ છે. ઉદયનિધિના નિવેદન પર મૌન જાળવવા બદલ ભાજપે કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, સનાતન ધર્મ પર ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન પર રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, નિતેશ કુમાર અને તેજસ્વી યાદવ જેવા નેતાઓનું મૌન ચોંકાવનારું છે.
રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને આ મુદ્દે બોલવા કહ્યું હતું. તેમણે કહ્યું- રાહુલ ગાંધીજી, કૃપા કરીને આ મુદ્દે બોલો. રવિશંકર પ્રસાદે કહ્યું કે ઉદયનિધિએ સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી છે. તેમણે કહ્યું કે તે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવું છે. તેથી તેને નાબૂદ કરવી જોઈએ. સવાલ એ છે કે રાહુલ ગાંધી આ મુદ્દે બે દિવસથી મૌન કેમ છે?.. બીજેપી નેતાએ કહ્યું કે સ્ટાલિનના નિવેદન પર રાહુલ ગાંધી અને નીતિશ કુમાર કેમ ચૂપ છે ? ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી માત્ર હિન્દુ બની જાય છે. વોટબેંકની રાજનીતિ માટે વિપક્ષનું ગઠબંધન INDIA આવું કરી રહ્યું છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે વિપક્ષ હિંદુ વિરોધી છે. ભારતની સંસ્કૃતિ અને વારસો શાશ્વત છે. તેમણે રામસેતુને લઈને કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે સોનિયા ગાંધીએ રામને કાલ્પનિક ગણાવ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.